રંગ છે વિરલા તુને રંગ છે… એક ચારણ યુવાને અબળા માટે જીવ દીધો તો બીજાએ મૃત્યુને અમર કર્યું…

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સંતો, શુરા, શૂરવીરોની અને દાતાઓની ભૂમિ એટલે શામળાને ઈર્ષા આવે એવી આપણી આ છે કાઠિયાવાડની ધરા. જ્યાં બલિદાનની અને પારકી છઠ્ઠીનાં જાગતલોનાં વીરરસની રોમેરોમ ખડા કરી દેતી ઘટનાઓનાં પાળિયાઓથી કાઠિયાવાડનું એક-એક ગામનું પાદર ઈતિહાસનું સાક્ષી બન્યું છે. ગાય માતા હોય કે અબળા હોય પારકા માટે માથા વાઢી લેનારા અને માથા ઉતારી દેનારા શૂરવીરોનાં ઈતિહાસથી કાઠિયાવાડનો ઈતિહાસ ભર્યો ભાદર્યો છે. માં ભોમ ધર્મ અને કર્મ માટે ખપી જનારાઓની અહીં કદી ઓછપ રહી નથી. એમાંય જેના એની જીભ પર સાસ્વત રીતે સરસ્વતી અસ્ખલિત વહેતિ રહે છે એવી મહાન, શૂરવીર અને પરોણાગત માટે અનોખો રોમાંચક ઈતિહાસ ધરાવતી ચારણ ગઢવી કોમની વાત આવે ત્યારે સેવા અને સમર્પણનો એક આખો ઈતિહાસ નજરની સામે ઉભો થઇ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

કાઠિયાવાડની ઉજળી પરંપરાનો એક અભિન્ન અંગ એટલે ચારણ ગઢવી સમાજ છે. એક એવી પરંપરા ધરાવતો સમાજ છે. જ્યાં પારકાને ઘડીકમાં પોતાના ગણીને બલિદાન આપવામાં ચારણ ગઢવી સમાજ પલકવારનો પણ વિચાર કરતો નથી. આજે પણ ચારણ ગઢવી સમાજે શૌર્ય, સેવા અને બલિદાનોની એ ઉજળી અને મહાન પરંપરાને જીવંત રાખી છે. જેની સાક્ષી આપતી બે ઘટનાઓ તાજેતરમાં કાઠિયાવાડની ધરા રાજકોટ પર સર્જાઈ છે અને એ ઘટનાઓ પોકારી- પોકારીને કહીં રહી છે કે, કાઠિયાવાડનું ખમીર, પારકાની પીડાને પોતાની સમજવાની ઉદાત ભાવના, અબળા અને સંકટ ગ્રસ્તો માટે ઘડીનો પણ વિચાર કર્યા વિના જાનનું બલિદાન આપવાની એ અકલ્પનિય પરંપરા હજુ કાઠિયાવાડનાં ગઢવી ચારણ સમાજની રગોમાં લોહી બનીને દોડી રહી છે અને એ પરંપરાને આજે પણ જીવંત રાખીને ગઢવી સમાજ કાઠિયાવાડની ધરાને ધન્ય જ બનાવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં રાજકોટની બે ઘટનાઓ અને તેની સામે અત્યંત વિરોધાભાસ સમાન સુરતની એક દીકરીની ઘટના અત્રે પ્રસ્તુત કરી છે. જે વાંચકોનાં મનન અને અભ્યાસ માટે તથા તુલના માટે અત્રે પ્રસ્તુત છે. જે દર્શાવે છે કે, કાઠિયાવાડી ચારણ ગઢવી સમાજ વીરતા અને બલિદાનની પોતાની સોનેરી ગાથાઓથી ભરપુર પરંપરાને ભૂલ્યો નથી પણ વધુ બલિદાનો આપીને તેને વધુ ઉજળી બનાવી રહ્યો છે. આવો રાજકોટની આ બે ઘટનાઓ પર નજર કરીએ. જે કાઠિયાવાડનાં ખમીરને આપણી સમક્ષ જીવંત કરી રહી છે અને અન્યોને મહાન પ્રેરણા આપી રહી છે. તેની સામે સુરતની એક ઘટના પણ પ્રસ્તુત છે જે આજના યુગની કઠોરતા, નિષ્ઠુરતા અને તમાશો જોતા રહેવાની ક્રુરતા જેવા આજના યુગના નકારાત્મક લક્ષણોનાં પ્રતિબિંબ સમાન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here