રાજકોટમાં કાલે ‘આપ’ ની પરિવર્તન યાત્રાનું આગમન

રાજકોટમાં કાલે ‘આપ’ ની પરિવર્તન યાત્રાનું આગમન
રાજકોટમાં કાલે ‘આપ’ ની પરિવર્તન યાત્રાનું આગમન
આમ આદમી પાર્ટીનો દિલ્હી, પંજાબ બાદ ગુજરાતમાં પણ ઉદય થઈ રહ્યો છે. તેના ભાગરૂપે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા અને પાર્ટીના વિચારોના પ્રચાર અને પ્રસારના હેતુલક્ષી અલગ-અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે.તેના ભાગરૂપે પરિવર્તન યાત્રા તા.24 અને 25 ના રોજ બે દિવસ રાજકોટમાં વિધાનસભા-68, 69, 70 માં આવી રહી છે. તેમાં ઈસુદાનભાઈ ગઢવી , ઈન્દ્રનિલભાઈ રાજગુરૂ , અજીતભાઈ લોખીલ તેમજ રાજભા ઝાલા યાત્રામાં જોડાશે.

Visit Saurashtra Kranti Homepage here

યાત્રાનું સ્વાગત અલગ અલગ ક્ષેત્રના અગ્રગણ્ય કરે તે માટેનું આયોજન થઈ રહ્યું છે તેમજ યાત્રાના રૂટમાં આવતા મંદિરોમાં આગેવાનો માથુ ટેકવશે તેમજ રૂટમાં આવતી મહાપુરૂષોની પ્રતિમાની હારતોરા કરી નમન વંદન કરશે. યાત્રાના મુખ્ય રથ સાથે તમામ વોર્ડના પદાધિકારી, તમામ સંગઠનના હોદેદારો અને રાજકોટ શ્રેણીના તમામ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં પોત પોતાના વાહનો સાથે આ પરિવર્તન યાત્રામાં ઉપસ્થિત રહેશે.

તા.24 ને મંગળવાર સવારે 8-30 કલાકે રામનાથ મહાદેવથી પ્રસ્થાન કરીને ત્રિકોણબાગ ખાતે પૂર્ણ કરી વિરામ લેશે. ત્યારબાદ બપોરે 4 ક્લાકે શ્રી રણછોડદાસ બાપુ આશ્રમેથી પ્રસ્થાન કરી મોરબી જકાત નાકે પૂર્ણ થશે. તા.25 ને બુધવાર સવારે 8-30 કલાકે પંચનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે અને ગાંધીગ્રામ સ્થિત નકલંક ચોક ખાતે વિરામ કરશે. ત્યાર બાદ બપોરે 4 કલાકે નાના મૌવા રોડ પર સુર્યમંદિર હનુમાનથી પ્રસ્થાન કરી સાંજે 7 કલાકે હુડકો પોલીસ ચોકીએ યાત્રા પૂર્ણ થશે. ત્યાર બાદ ત્યાં વિશાળ જનસભામાં ફેરવાસે.
જે યાત્રા સફળ બનાવવા માટે સંગઠન મહામંત્રી રાહુલભાઈ ભુવા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, મહામંત્રી કે. કે. પરમાર, ઝોન પ્રભારી રાકેશભાઈ સોરઠીયા, વિપુલભાઈ તેરૈયા, ભાવેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ છે.

Read About Weather here

તા.24 સવારે ઈનચાર્જ અશોકભાઈ મકવાણા, બપોરે મુન્નાભાઈ ગઢવી, હાર્દિકભાઈ રાબડીયા, તા.25 સવારે દિનેશભાઈ જોષી, લાલજીભાઈ ચૌહાણ, બપોરે ભાવેશભાઈ પટેલ, પ્રભાતભાઈ હુંબલ રહેશે.તેમ રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ તથા કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here