દ.આફ્રિકા સામે યુવા ટીમ ઈન્ડિયા…!

દ.આફ્રિકા સામે યુવા ટીમ ઈન્ડિયા…!
દ.આફ્રિકા સામે યુવા ટીમ ઈન્ડિયા…!
તેવામાં આજે રવિવારે BCCIએ દ.આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતની ટીમ જાહેર થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ અત્યારે ચર્ચામાં છે, કારણ કે આ તમામ ટૂર દરમિયાન ભારતના યુવા ખેલાડીઓ ટીમને આગળ વધારશે. તેવામાં IPLમાં શાનદાર લયમાં જોવા મળી રહેલા સ્પીડ સ્ટાર ઉમરાન મલિકને તથા અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયામાં તક મળી ગઈ છે. આના સિવાય હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકને લાંબા બ્રેક પછી ટીમમાં ફરીથી એન્ટ્રી મળી ગઈ છે તો યંગ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કે.એલ.રાહુલને સોંપવામાં આવી છે.દિનેશ કાર્તિકે પોતાની છેલ્લી T20 મેચ 27 ફેબ્રુઆરી 2019ના દિવસે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી.

Visit Saurashtra Kranti Homepage here

c.ndtvimg.com/2022-04/13iqjgu_umran-malik-bcci_...

બંને ટીમો વચ્ચે 5 T20 મેચની સિરીઝ રમાશે, ત્યારપછી ભારતીય ટીમ 2 T20 મેચ રમવા માટે આયરલેન્ડ જશે. તેવામાં T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય સિલેક્ટર્સે IPL સ્ટાર્સને તક આપી છે.કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ , આવેશ ખાન , અર્શદીપ સિંહ , ઉમરાન મલિક.ટી20 ટીમ ઉપરાંત ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ સિરીઝ દરમિયાન કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી એકમાત્ર ટેસ્ટ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત અને જસપ્રિત બુમરાહનો સમાવેશ થયો છે. જેથી તેમને T20 સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

Read About Weather here

IPL 2022: "It Would Be A Surprise" - Hardik Pandya On His Return To Bowling  In The Upcoming Season - Cricfit

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ ટીમમાં કમબેક થયું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે છેલ્લી ટેસ્ટ સિરીઝ રમી હતી અને પૂજારાને આ સિરીઝમાં જગ્યા મળી શકી નહોતી.તે જ સમયે, રહાણેના નામની પણ આ શ્રેણી માટે ચર્ચા થવાની હતી, પરંતુ તે પહેલાથી જ ઈજાના કારણે IPLમાંથી બહાર થઈ ગયો છે.પૂજારા અત્યારે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને શાનદાર ફોર્મમાં છે.

Is KL Rahul in line to eventually lead India after Virat and Rohit | Sports  News,The Indian Express

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here