દમણના બીચ ઉપર અકસ્માત…!

દમણના બીચ ઉપર અકસ્માત…!
દમણના બીચ ઉપર અકસ્માત…!
એમાં 2 સહેલાણી અને એક ટ્રેનર નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે વાપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સંઘ પ્રદેશ દમણના જમપોર બીચ પર પેરાસિલિંગ કરવા આવેલા સહેલાણીઓ હવામાંથી નીચે પટકાયા હતા. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પંથકમાં વાઇરલ થવા પામ્યો છે.વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે વેકેશન માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે.
ત્રણ જણ પેરાસિલિંગ કરવા માટે હવામાં ઊડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

દમણના બીચ ઉપર અકસ્માત…! દમણ

દમણ ખાતે આવેલા જમપોર બીચ પર લોકો મજા માણવા આવતા હોય છે. ત્યારે સહેલાણીઓ બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સની મજા લેતા જોવા મળે છે. એમાં દમણના જમપોર બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા સમયે સહેલાણીઓ સાથે એક દુર્ઘટના ઘટી હતી. બીચ પર બે સહેલાણી અને ટ્રેનર એમ ત્રણ જણા પેરાસિલિંગ કરવા માટે હવામાં ઊડ્યા હતા. એમાં અચાનક હવા બદલાતાં તેઓ હવામાંથી નીચે પટકાયા હતા.સહેલાણીઓ અને ટ્રેનર નીચે પટકાતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અચાનક હવા બદલાતાં પેરાશૂટ નીચે પટકાયું.

Read About Weather here

તેમને પહેલા દમણ ખાતે સારવાર આપવામાં આવી હતી. એ બાદ તમામને વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આવા સમયે એડવેન્ચર સ્પોર્ટ્સ બંધ રાખવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો રૂપિયાની લાલચે જોખમી સ્પોર્ટ્સ ચાલુ રાખે છે, ત્યારે આ દુર્ઘટનાને પગલે પ્રવાસન વિભાગ દ્વારા પણ આ બાબતે ધ્યાન આપવામાં આવે એવી સ્થાનિકોમાં માગ ઊઠવા પામી છે.જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પંથકમાં વાઈરલ થવા પામ્યો હતો.નોંધનીય છે કે ચોમાસાની શરૂઆત પહેલાં હવાની ગતિમાં વધારો થાય છે અને પવનની દિશા બદલાતી રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here