ગતિ પકડી: કેરળમાં બેસી જવાની તૈયારી, જૂનમાં ગુજરાત પહોંચશે

ગતિ પકડી: કેરળમાં બેસી જવાની તૈયારી, જૂનમાં ગુજરાત પહોંચશે
ગતિ પકડી: કેરળમાં બેસી જવાની તૈયારી, જૂનમાં ગુજરાત પહોંચશે
દેશમાં નેરૂત્યના ચોમાસાએ એકદમ ગતિ પકડી લીધી છે અને ધારણા કરતા વહેલુ કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આગમન થઇ જવાની પુરી શકયતા છે. ચોમાસાએ અપેક્ષા કરતા વધારે ઝડપ પકડી લીધી હોવાથી 27 મેના બદલે હવે 25 સુધીમાં જ કેરળમાં ટકોરા મારી દેશે તેવું હવામાન ખાતાનો નવો અહેવાલ જણાવે છે. જયારે ગુજરાતમાં મોડામાં મોડુ 20 જૂન સુધીમાં ચોમાસુ પહોંચી જવાની ધારણા છે.હવામાન ખાતાનો અહેવાલ જણાવે છે કે, વાતાવરણ તમામ રીતે અનુકુળ બન્યું છે. ચોમાસુ ધાર્યા કરતા વધુ ઝડપથી આગળ ધપી રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આવતા 48 કલાકમાં ચોમાસુ દક્ષિણ- મધ્ય બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દક્ષિણ વિસ્તારોમાં પહોંચી જવાની શકયતા છે. કેરળમાં 27 મેનાં બદલે 25 મેનાં રોજ ચોમાસુ બેસી જવાની પુરી શકયતા છે. સામુહિક રીતે 22 મેનાં રોજ ચોમાસુ આંદામન પહોંચતુ હોય છે પણ આ વખતે 16મી મેના રોજ પહોંચી ગયું હોવાથી કેરળમાં પણ વહેલો થઇ રહયો છે.હવામાન ખાતાએ જણાવ્યા મુજબ મુંબઇમાં આજથી જ હવામાનમાં પલટો આવશે અને પ્રી-મોન્સુન વરસાદ શરૂ થઇ જવાની પુરી શકયતા છે. હળવા ઝાપટા શરૂ થઇ જવાની આગાહી કરવામાં આવી છે. સોમવારથી મુંબઇમાં વરસાદનું જોર વધ્યું છે અને ગરમીથી રાહત મળશે. 10 થી 15 જૂન સુધીમાં બિહાર, જારખંડ, આંધ્રપ્રદેશ, આસામ, તેલંગણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ જેવા રાજયમાં ચોમાસુ શરૂ થઇ જવાની શકયતા છે.

Read About Weather here

20 જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ અને 25 થી 30 જૂન સુધીમાં રાજેસ્થાન, હિમાચલ પ્રદેશ, હરીયાણા અને પંજાબમાં વરસાદ શરૂ થવાની શકયતા છે.અત્યારે દક્ષિણ ભારત અને મધ્ય પ્રદેશ સુધીના રાજયોમાં પ્રી મોનસુન એક્ટિવીટી રૂપે વીજળીના કડાકા પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ભારે વરસાદની આગાહીને કારણે કેરળના 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે, આવતા 24 કલાક બાદ તાપમાનમાં પણ 2 થી 3% નો પણ ઘટાડો થવાની શકયતા છે. આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં સુકુ વાતાવરણ રહેશે તાપમાન ઘટતુ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here