આપઘાત: યુવતીએ ધોધમાં 100 ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યો

આપઘાત: યુવતીએ ધોધમાં 100 ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યો
આપઘાત: યુવતીએ ધોધમાં 100 ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યો
યુવતી કોણ છે, ક્યાંથી આવી તે હજુ જાણી શકાયું નથી. છત્તીસગઢના જગદલપુરના ચિત્રકોટ ધોધમાં એક છોકરી નીચે કૂદી પડી હતી. શુક્રવારે બપોરે યુવતી ધોધના મુખ પ્રદેશ પાસે પહોંચી હતી અને નીચે કૂદી પડી હતી. યુવતી પાણીના મોજામાં ક્યાંક ખોવાઈ ગઈ હતી, હવે તેને શોધવા માટે પોલીસની ટીમ સતત કામ કરી રહી છે અને CCTV ફૂટેજ તપાસી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આપઘાત: યુવતીએ ધોધમાં 100 ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યો યુવતી

સમગ્ર ઘટના શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ બની હતી. છોકરી પાણીના ધોધ પાસે પહોંચી હતી. તેણે પોતાની સાથે કપડાં પણ રાખ્યા હતા. થોડીવાર પાણીમાં રહી હતી અને પછી તે નજીક પહોંચી હતી. આ સમયે ત્યા રહેલા સુરક્ષા કર્મચારીઓએ તેને આગળ વધતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત સ્થાનિક લોકોએ પણ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ યુવતીએ લગભગ 100 ફૂટની ઊંચાઈએથી ધોધમાં છલાંગ લગાવી દીધી હતી.

આપઘાત: યુવતીએ ધોધમાં 100 ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યો યુવતી

Read About Weather here

આ દરમિયાન ખલાસીઓ પણ નીચે હતા, પણ તેઓ બચાવી શક્યા ન હતા.પોલીસ હાલ સીસીટીવીની તપાસ કરી રહી છે. લાશ મળી નથી. યુવતીએ આત્મહત્યા કરવા માટે છલાંગ લગાવી હોવાનું મનાય છે. પોલીસ આ અંગે આસપાસના વિસ્તારના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતુ કે જ્યારે છોકરી અચાનક ધોધના કિનારે ગઈ તો લોકોએ તેને અટકી જવા કહ્યું હતું. પણ તે માની ન હતી. એક વ્યક્તિએ આ ઘટનાને મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here