તોફાની પવન સાથે ભારે વરસાદથી તબાહી, કુલ 27ના મોત

તોફાની પવન સાથે ભારે વરસાદથી તબાહી, કુલ 27ના મોત
તોફાની પવન સાથે ભારે વરસાદથી તબાહી, કુલ 27ના મોત
દેશમાં અજીબો ગરીબ પ્રકારનું મોસમ જોવા મળી રહ્યું છે. એક ભાગમાં ભયાનક ગરમીનું મોજું હજુ ચાલી રહ્યું છે ત્યાં પશ્ર્ચિમ ભારતથી સાવ અલગ રીતે ઉત્તર ભારતના બિહારમાં તોફાની વાવાઝોડા અને પ્રચંડ વર્ષા તાંડવથી અનેક જિલ્લાઓમાં તારાજી બેહાલીના દ્રશ્યોની વણઝાર સર્જાઇ ગઇ છે. વિજળીના તાર અને વૃક્ષો તુટી પડવા સહિતની અલગ-અલગ ઘટનાઓમાં કુલ 27 લોકોના મોત થયા છે.બિહારના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની સાથે પ્રચંડ વરસાદ તુટી પડયો હતો. ગઇકાલ રાતથી ચોમાસા પહેલા મેઘરાજાએ તાંડવ મચાવી દીધો હતો. પરીણામે અનેક જિલ્લાઓમાં હાહાકાર સર્જાયો છે. ભાગલપુર અને મુઝફ્ફરપુરમાં લોકોના મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

લખીસરાઇ જિલ્લામાં 3, વૈશાલી અને મુંગેરમાં 2-2, તેમજ બાંકા-જમુઇ-કટીહાર-કિશનગંજ-નાલંદા- બેગુસરાઇ તથા જહાનાબાદમાં 1-1 મોત થયાનું નોંધાયું હતું. રોડ અને રેલ્વે વ્યવહાર બિલકુલ ઠપ્પ થઇ ગયો હતો.તોફાની પવન સાથે વર્ષાદી તાંડવ પણ સર્જાયો હોવાથી ચારેતરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને શહેરના માર્ગો તથા ટ્રેક પર જીવતા વીજ વાયર તથા વૃક્ષો ઘસી પડયા હોવાથી રેલ્વે અને માર્ગ વ્યવહાર ખોરવાઇ ગયો છે. બાકામાં નેશનલ હાઇ-વે પર ભારે તોફાની પવનને કારણે રસ્તા પરના મહાકાઇ સાઇન બોર્ડ તુટી પડયા હતા જેના કારણે વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાઇ ગયો હતો. ગોપાલગંજમાં ધુળની જોરદાર ડમરી ઉઠી હતી એના લોકોને ઘરોમાં પુરાઇ રહેવું પડયું હતું.

Read About Weather here

જોરદાર આંધીને કારણે લોકો હેરાનપરેશાન થઇ ગયા હતા. અનેક જિલ્લાઓમાં પ્રતિકલાક 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. ઘટનામાં એક વૃક્ષ ઘસી પડતા તેના હેઠળ દબાઇને એક મહિલાનું મૃત્યુ થયું હતું. જંજાવાતી પવનથી ગંગા નદીમાં એક હોળી ઉંધી વળી ગઇ હતી. રાજયભરમાં રાહત અને કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.પશ્ર્ચિમ ભારતને જે રીતે ગરમીનું તાંડવ હચમચાવે છે એ રીતે ઉતર ભારતના બિહાર અને આસામ વાવાઝોડા-વરસાદ અને પુર તાંડવની આફતમાં ધેરાઇ ગયા છે. આસામના 27 જિલ્લાઓમાં ભયાનક પુર તાંડવ સર્જાયું છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે અને 6.50 લાખથી વધુ થઇ છે. રાહત કામગીરી જોરશોરથી ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here