સુરત રેલવે સ્ટેશન પર નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મહિલાનો પગ લપસી ગયો હતો, પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ભાગે પટકાઈ હતી. સુરત રેલવે સ્ટેશન પર એક ચમત્કારિક બચાવનો કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે.બૂમાબૂમ કરતાં ત્રણ ડબા પસાર થઈ ગયા બાદ ટ્રેન રોકાઈ હતી અને મહિલાનો જીવ બચ્યો હતો.સુરત રેલવે સ્ટેશન પર ગત રોજ પ્લેટફોર્મ નંબર 3 પર રાજસ્થાનથી સુરત સ્ટેશન પર આવેલી ટ્રેન આગળની સફર કરતા એક ગંભીર ઘટના બની હતી.
Visit Saurashtra Kranti Homepage here
40 વર્ષની મહિલા પ્રવાસી બાળકો માટે પ્લેટફોર્મ પર નાસ્તો લેવા ગઈ હતી. ટ્રેન ચાલુ થઈ જતાં તે ટ્રેનમાં ચડવા માટે દોડી ત્યારે પગ લપસી ગયો હતો. જેથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી અંદર ધકેલાઈ ગઈ હતી.મહિલા પટકાઈ હોવાની જાણ થતાં લોકોએ બૂમાબૂમ કરી દીધી હતી. દરમિયાન મહિલાને નીચે દીવાલ તરફ સ્થિર અને શાંત રહેવા માટે લોકોએ સમજાવી હતી.
Read About Weather here
અંદાજે ત્રણ જેટલા ડબ્બા પસાર થયા બાદ ટ્રેન રોકાતાં સ્ટેશન પરના કૂલીઓએ મહિલાને બહાર કાઢી હતી. જોકે મહિલાને માથામાં ઈજા થતાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.સદભાગ્યે મહિલાનો જીવ બચી ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here