મોંઘવારીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અગાઉ સરકારે ગત સપ્તાહે છૂટક મોંઘવારીના આંકડા જાહેર  કર્યા હતા. સરકારી આંકડા મુજબ એપ્રિલ 2022માં છૂટક મોંઘવારીનો દૃર 7.8 ટકા રહૃાો હતો જે મે 2014 બાદૃ સૌથી વધુ હતો. વધતી મોંઘવારીના પગલે રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં એમપીસીની બેઠક કરીને રેપો રેટ વધારવા પડ્યા હતા. રેપો રેટને 0.40 ટકા વધારવાનું સ્વીકાર કર્યું હતું. પૈસા ઓછા અને ખર્ચા વધારે આ છે સામાન્ય માણસની પરિસ્થિતિ. ખર્ચાઓ એવા કે ઓછા થવાનું નામ નથી લેતા અને એકબાજુ સતત મોંઘવારીની થપાટ વધતી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

છૂટક મોંઘવારી 8 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદૃ એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારીએ પણ નવો રેકોર્ડ રચ્યો. સરકારી આંકડા મુજબ એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં તે 10.74 ટકા હતી. જ્યારે એપ્રિલ 2022માં વધીને 15.08 ટકા થઈ છે. માર્ચમાં 14.55 ટકા હતી.  ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ એ આજે એપ્રિલ મહિના માટે જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા. તેમના જણાવ્યાં મુજબ તેલ અને ઈંધણના આકાશે આંબતા ભાવના કારણે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી વધી છે. અગાઉ એવો અંદૃાજો લગાવવામાં આવ્યો હતો કે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી 15.5 ટકાની આજુબાજુ રહી શકે છે.તાજા આંકડા મુજબ એપ્રિલ સતત 13મો મહિનો છે કે જથ્થાબંધ મોંઘવારી દૃર 10 ટકા ઉપર છે. 

Read About Weather here

એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારીના આટલા વધુ દૃર માટે મિનરલ ઓઈલ્સ, બેઝિક મેટલ્સ, ક્રૂડ અને પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ, ખાણી પીણીનો સામાન, ફૂડ પ્રોડક્ટ, નોન ફૂડ આર્ટિકલ્સ, તથા કેમિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટના ભાવમાં થઈ રહેલો વધારો જવાબદૃાર છે. આ બધી ચીજોના ભાવમાં ગત વર્ષ એપ્રિલની સરખામણીએ ઘણો વધારો થયો છે.  એપ્રિલના જે આંકડા આવ્યા છે તે જોતા મોંઘવારી 17 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. આંકડા મુજબ એપ્રિલમાં ફૂડ આર્ટિકલ્સનો મોંઘવારી દૃર 8.35 ટકા રહૃાો જે માર્ચમાં 8.06 ટકા હતો. એ જ રીતે ઈંધણ તથા વીજળી બાસ્કેટમાં જથ્થાબંધ મોંઘવારી દૃર માર્ચના 34.52 ટકાની સરખામણીએ વધીને 38.66 ટકા થયો. મેન્યૂફેક્ચર્ડ ચીજો મામલે મોંઘવારી દૃર થોડો વધ્યો છે તે માર્ચમાં 10.71 ટકા રહૃાો હતો પણ એપ્રિલમાં 10.85 ટકા પર પહોંચી ગયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here