બોલિવૂડમાં થોડાં દિવસ પહેલાં જ સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાન તથા સીમા સચદેવે ડિવોર્સ ફાઇલ કર્યા હતા. હવે આમિર ખાનના ભાણીયા તથા એક્ટર ઈમરાન ખાને પત્ની અવંતિકા મલિકને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું છે. બંને છેલ્લાં ઘણાં સમયથી અલગ રહે છે. જોકે, બંનેએ લગ્ન બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેએ હવે અલગ થવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં જ બંને ડિવોર્સ ફાઇલ કરશે.રિપોર્ટ પ્રમાણે, નિકટના સંબંધીઓ તથા મિત્રોએ બંને વચ્ચે સમાધાન કરાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. બંને ફરી મળે અને સાથે રહે તે માટે તમામે ઘણી જ મહેનત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
![ઈમરાન પહેલાં અવંતિકાનું અફેર રણબીર કપૂર સાથે હોવાની ચર્ચા હતી.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/16/11_1652681799.jpg)
જોકે, બંને પર કોઈ અસર થઈ નહોતી. અવંતિકા લગ્ન તથા ઈમરાનને બીજી તક આપવા માગતી નથી. આથી જ કોઈના પણ પ્રયાસો કામ ના આવ્યા.ઈમરાન તથા અવંતિકા વચ્ચે છેલ્લાં બે વર્ષથી મતભેદ હોવાની વાત સામે આવી રહી છે. 24 મે, 2019ના રોજ અવંતિકાએ ઈમરાનનું ઘર છોડ્યું હતું. તે દીકરી ઈમારા સાથે પેરેન્ટ્સના ઘરે રહે છે. બંને પરિવારે ઈમરાન તથા અવંતિકા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.ઈમરાન તથા અવંતિકાએ 2011માં લગ્ન કર્યા હતા. 2014માં દીકરી ઈમારાનો જન્મ થયો હતો. ઈમરાન તથા અવંતિકાએ લગ્ન પહેલાં બંનેને ખાસ્સા સમય સુધી ડેટ કર્યા હતા.
![દીકરી સાથે ઈમરાન તથા અવંતિકા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/16/12_1652681806.jpg)
Read About Weather here
![હાલમાં જ આઈરાની ઈદ પાર્ટીમાં ઈમરાન ખાન (જમણી બાજુ) જોવા મળ્યો હતો.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/16/13_1652681818.jpg)
અલગ થયા બાદ બંને ગયા વર્ષે મુંબઈની એક હોટલમાં એકબીજાને મળ્યા હતા.ઈમરાન ખાન 2015માં ‘કટ્ટ બટ્ટી’માં કંગના રનૌત સાથે જોવા મળ્યો હતો. ત્યાર પછી તે એક પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. 2018માં ઈમરાને ‘મિશન માર્સઃ કીપ વૉકિંગ ઇન્ડિયા’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ઈમરાને 2008માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘જાને તુ યા જાને ના’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ઘણી જ હિટ રહી હતી. આ પહેલાં ઈમરાને ‘કયામત સે કયામત તક’ તથા ‘જો જીતા વહી સિકંદર’માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. ઈમરાને સો.મીડિયા અકાઉન્ટ્સ પણ બંધ કરી દીધા છે.2018માં એ વાત સામે આવી હતી કે ઈમરાન ખાને એક્ટિંગને અલવિદા કહી દીધું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here