રાજકોટમાં વિધાનસભાની ચારેય બેઠકોનો સર્વે પૂરો

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે માંડ 6 મહિના જેવો સમય બાકી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીઓની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે એટલું જ નહીં હવે પરાકાષ્ટાએ પહોંચી ગયો છે. કેમકે આગામી ચૂંટણીઓમાં પ્રચારથી માંડીને ઉમેદવારોની પસંદગી સહિતની તમામ તૈયારીઓનું સુકાન ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંભાળી રહ્યા હોવાનું ભાજપનાં વિશ્ર્વાસપાત્ર સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પક્ષનાં તમામ ધારાસભ્યોની કામગીરીનાં લેખાજોખા કરવાની વ્યૂહરચનાનાં ભાગરૂપે રાજકોટમાં ભાજપે વિધાનસભાની ચારેય બેઠકો પરનો સર્વે પૂરો કરી લીધો હોવાનું ભાજપનાં સ્થાનિક આગેવાનોએ જાહેર કર્યું હતું. રાજકોટમાં ભાજપનાં તમામ ધારાસભ્યોની કામગીરીનો સર્વે થઇ ચુક્યો છે.

ભાજપનાં સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે, ખાનગી સર્વે ટીમ મારફત રાજકોટની ચારેય બેઠકો પરનો સર્વે પરીપૂર્ણ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોની કામગીરીનો અહેવાલ હવે દિલ્હી ખાતે ભાજપ મોવડીઓને સોંપવામાં આવશે. કામગીરીને આધારે ધારાસભ્યોને 1 થી 10 ગુણ આપવામાં આવશે. તેવું સ્થાનિક ભાજપનાં આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટમાં બહુ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પક્ષનાં ધારાસભ્યોનાં કામોનો અહેવાલ હવે દિલ્હી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

દરમ્યાન ગુજરાતમાં ચૂંટણી જંગનું પૂરેપૂરું સુકાન ભાજપ માટે હવે કેન્દ્રનાં ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ જાતે સંભાળી રહ્યા હોવાનું પ્રદેશ ભાજપના સુત્રોએ જણાવ્યું હતું. અમિત શાહ સાંજે અમદાવાદ આવી રહ્યા છે. એટલે હવે ભાજપમાં ચૂંટણીઓ માટે સંગઠનલક્ષી તૈયારીઓ એકદમ વેગવાન બની જશે તેવું જાણવા મળ્યું છે. ભાજપમાં શાહનાં આગમન સાથે નવા ઉત્સાહનો સંચાર થયો દેખાઈ છે. શાહ ખૂદ કમાન સંભાળી રહ્યા છે. એ હકીકતને ભાજપના તમામ પ્રદેશ કક્ષાના નેતાઓ ખૂબ સૂચક ગણાવી રહ્યા છે.

ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહપ્રભારી સુધીર ગુપ્તા પણ આજે મોડે સુધીમાં અમદાવાદ આવી પહોંચશે તેમ જાણવા મળ્યું છે. એમના આગમન બાદ ભાજપનાં ચાણક્ય અમિત શાહ ચૂંટણી વ્યૂહરચનાને આખરી ઓપ આપે એવી સંભાવના દેખાઈ છે. કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ પ્રદેશ કક્ષાનાં ભાજપનાં એક નેતાએ ગુપચુપ રાજકોટનો આંટો મારી લીધો હતો અને સ્થાનિક નેતાઓ કે કાર્યકરોને જાણ કર્યા વિના ભાજપના એક નેતાના ઘરે પહોંચી બેઠક કરી હતી અને પરિસ્થિતિ અંગે વિગતો પ્રાપ્ત કરી ચર્ચા- વિચારણા બાદ જરૂરી સુચનાઓ પણ આપી હતી. એમની મુલાકાતને પગલે જ રાજકોટમાં ચારેય બેઠકો અંગેનો સર્વે કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો હતો. પ્રદેશ ભાજપ દ્વારા જે ચૂંટણી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.  તેમાં પક્ષના ધારસભ્યોની કામગીરીના લેખાજોખાનો મુદ્દો મહત્વનો રહ્યો છે. રાજ્યના પક્ષના તમામ ધારાસભ્યોના પરફોર્મન્સનો અહેવાલ તૈયાર કરીને પ્રદેશ સંગઠને દિલ્હીના મોવડીઓને મોકલવાનો રહેશે.

Read About Weather here

જેના આધારે ધારાસભ્યોની કામગીરીનું આકલન કરવામાં આવશે અને ટિકિટ ફાળવણીનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ સર્વેનો સંકેત એવો છે કે, નબળી કામગીરી હશે એવા કોઈને રિપીટ કરવાનું વિચારવામાં પણ નહીં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. મોટાભાગે નો-રિપીટ થિયરીને વળગી રહેવામાં આવશે. એવા નક્કર સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here