લાખો પરિવારોને રોવડાવતી મોંઘવારી 8 વર્ષની ટોચે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
છેલ્લા કેટલાય મહિનાઓથી તમામ પ્રકારની ખાદ્યચીજો ઉપરાંત ઇંધણ અને વીજનાં દરમાં એકધારો ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેના પરિણામે રીટેઈલ ફુગાવો 8 વર્ષની સૌથી ઉંચી ટોચ પર પહોંચી ગયો છે. મોંઘવારીનો આંક છેલ્લા 8 વર્ષનો આંકડો પાર કરીને વિક્રમી સપાટી પર પહોંચતા લાખો પરિવારોનાં માસિક બજેટ રફેદફે થઇ ગયા છે. એપ્રિલમાં રીટેઈલ ફુગાવો 7.79 ટકા નોંધાયો હતો. છેલ્લા 2014 માં રીટેઈલ ફુગાવાનો દર 8.33 ટકા નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મોંઘવારીનાં મોરચે આમ આદમીને એક પછી એક આકરા ફટકા લાગી રહ્યા છે. ખાણી-પીણીની વસ્તુઓ અને ઇંધણનાં ભાવવધારાને કારણે આ વર્ષે એપ્રિલમાં રીટેઈલ ફુગાવો વધીને 7.79 ટકાની સપાટી પર પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સ્તરે ગુરૂવારે રીટેઈલ ફુગાવાનાં માસિક આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. એ મુજબ એપ્રિલમાં ખાણી-પીણીની વસ્તુઓનો ભાવવધારો 8.38 ટકા તથા માર્ચમાં 7.68 ટકા હતો. એટલે ગયા વર્ષ કરતા 1.96 ટકા વધારો મોંઘવારી ભાવાંકમાં નોંધાયો છે. સતત ચોથા મહીને રીટેઈલ ફુગાવાનો દર રીઝર્વ બેંક નિર્ધારિત સંતોષકારક સપાટીની ઉપર રહ્યો છે.

રીઝર્વ બેંક નાણાંકીય નીતિની સમીક્ષા કરતા સમયે મુખ્યત્વે રીટેઈલ ફુગાવાનાં આંકડા પર ધ્યાન આપે છે. પરંતુ અત્યારે તો એવું લાગે છે કે બેકાબુ ફુગાવાએ રીઝર્વ બેંકનું આખું ગણિત બગાડી નાખ્યું છે.

Read About Weather here

છેલ્લા એક વર્ષમાં જ ખાદ્યતેલની ભાવસપાટીમાં 17.28 ટકા, શાકભાજીમાં 15.41 ટકા, મસાલામાં 10.56 ટકા, ઇંધણ- વીજળીમાં 10.80 ટકા, પરિવહનમાં 10.91 ટકા અને ઘરેલું સામાનમાં 7.97 ટકા જેવો પ્રચંડ ઉછાળો નોંધાયો છે. સરકારે મોંઘવારી ઘટાડવા માટે વેરા અને જકાતમાં ઘટાડો કરવો જ પડશે. ઉત્પાદકોએ ઉંચી પડતર કિંમતનો બોજો ગ્રાહકો ઉપર જ ઝીંકી દીધો છે. જેના કારણે ઘરેલું સરસામાનનાં ભાવ પણ વધી ગયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here