કોના છુપા આર્શિવાદથી બુકીઓને લીલા લ્હેર?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આઈપીએલ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ક્રિકેટરસિકોનો રોમાંચમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. જો કે આઈપીએલમાં કઈ ટીમ જીતે અને કઈ ટીમ હારે છે તેમાં રસ ન રાખી તેના પર પૈસા કમાઈ લેવાની લ્હાય ધરાવતાં સટોડિયા પણ એટલી જ હદે કાર્યરત થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા ઘણા સમયથી સટ્ટા નેટવર્ક ઉપર પોલીસની કામગીરી જોતાં એવો સવાલ ઉઠ્યા વગર રહેતો જ નથી કે શું રાજકોટમાં ક્રિકેટ સટ્ટો બંધ થઈ ગયો છે કે પછી પોલીસ ઢીલી પડી ગઈ છે ? આ સવાલ એટલા માટે ઉઠવો વ્યાજબી છે કેમ કે શહેરમાં સટ્ટો રમાય છે વધુ તેની સામે બુકીઓ અને પંટરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પકડાઈ રહ્યા છે !! તેમા પણ તુલા રાશી ધરાવતા બુકીનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દબદબો કરી બેઠો છે. તેના  500 જેટલા ડબ્બાના વહીવટો અને આઇડીમાં પણ કરોડોનો વહીવટ કરવામાં આવતા હોવાથી વાત પણ જાહેર હોવા છતાં પોલીસ તેનો વાળ વાકોં કરી શકી તેમ નથી.

એવી પણ ચર્ચાઓ થાય છે કે તે પોલીસનો લાડકો બુકી છે!!બીજી બાજુ બુકીબજારમાં સંભળાતી વિગતો પ્રમાણે પોલીસની ધોંસને કારણે ટેલિફોનથી ચાલતો સટ્ટો ઘણો ઘટી ગયો છે અને ક્યાંક ક્યાંક ચાલી રહ્યો છે તે પણ ભારે ડર વચ્ચે રમાઈ રહ્યો છે પરંતુ આઈડી થકી સટ્ટો ખેલવાનું હજુ પણ ધમધોકાર ચાલી રહ્યું છે. આશ્ર્ચર્ય એ વાતની પણ છે કે એકાદ-બેને બાદ કરતાં અન્ય પોલીસ સ્ટેશનોએ તો હજુ સટ્ટો પકડવાનું ખાતું પણ ખોલ્યું નથી ત્યારે શું તેમના વિસ્તારમાં સટ્ટો નહીં રમાતો હોય તે પ્રશ્ર્ન પણ ઉઠ્યા વગર રહેતો નથી.

બીજી ચર્ચાની વાત એકે ખાલી તુલા રાશી વાળી બુકી નહીં પરંતુ તેના જેવા અનેક બુકીઓ હજી પણ શહેરમાં એક્ટિવ જ છે. કદાચ પોલીસ તેના વિશે અજાણ હોઇ શકે.!  અને તુલા રાશી પોલીસ માટે હંમેશા ભારે જ પડી છે તે પોલીસમાં રહેલા જુના કર્મચારીઓ જાણે જ છે. અગાઉ પણ બુકી ક્ષેત્રે રાજકોટ સહિત રાજ્યભરમાં તુલા રાશીનો નામ ધારક પોતાનું નેટવર્ક ચલાવતો પણ તેને પોતાનો ધંધો સંકેલી લેતા ફરી હાલમાં અત્યારે આ રાજા એક્ટીવ થયા છે.

પોલીસના માનીતા બુકીઓ હોવાથી તેનો પંટર કે તે હાથમાં આવતો નથી અને પોલીસ પણ અનેક વખત પંટરોને પકડે છે પણ ઉપરના બુકીના નામ ખુલ્લા પાડી શકતી નથી હવે તેમાં તેની શું મજબુરી હોય તે તો હવે તે જ જાણે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે.

Read About Weather here

આગામી દિવસોમાં જો અહીંની લોકલ પોલીસ કાર્યવાહી નહીં કરે અને જો સ્ટેટ વિજલન્સની ટીમને તેની ગંધ આવશે અને ઓંચિતાની રેડ પાડની બુકીઓને ઝડપશે તો ફરી પાછી પોલીસની આબરૂ જશે તે વાતમાં કોઇ શંકા ગણી શકાય નહીં! હજુ પોલીસ પાસે તક છે અને પોલીસ જ જાણે જ છે કે કયો બુકી ક્યાં છે અને શું કામ કરે છે તો તેને અટકાવવાો પણ સહેલો જ છે તો પુરી નિષ્ઠા સાથે પોલીસે કામગીરી કરીને બુકીઓને ઝડપી કાયદાનો પાઠ ભણાવવો જોઇએ તેવુ લોકોમાં ચચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here