બાળકીને બચાવવા વ્યક્તિ 8 મા માળે ચઢ્યો

બાળકીને બચાવવા વ્યક્તિ 8 મા માળે ચઢ્યો
બાળકીને બચાવવા વ્યક્તિ 8 મા માળે ચઢ્યો
કઝાકિસ્તાનના રહેવાસી 37 વર્ષના આ વ્યક્તિએ કામ પર જતી વખતે એક બાળકીને 8મા માળે લટકતી જોઈ હતી. ત્રણ વર્ષની બાળકીને બચાવવા માટે એક વ્યક્તિએ એવી હિંમત બતાવી કે હવે લોકો તેને હીરો કહી રહ્યા છે. ત્યાં બીજા લોકો પણ જમા થઈ ગયા હતા, પરંતુ કોઈપણ બાળકીને બચાવવા ઉપર જતું ન હતું. આવી સ્થિતિમાં તે વ્યક્તિએ કોઈ પણ મદદ વગર બારીથી લટકીને 80 ફૂટ ઉપરથી બાળકીને સુરક્ષિત રીતે ઉતારી લીધી.સબિત શોંતકબાએવ દરરોજની જેમ પોતાના મિત્રોની સાથે કામ પર જઈ રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બાળકીને બચાવવા વ્યક્તિ 8 મા માળે ચઢ્યો બાળકી

ત્યારે તેણે ભીડ જોઈ. ભીડ એક બિલ્ડિંગની નીચે હતી. તે બિલ્ડિંગના 8મા માળની બારી પર એક નાની બાળકી ફસાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં સબિતે તેને બચાવવાનો નિર્ણય કર્યો અને કોઈપણ સુરક્ષા ઉપકરણ વગર તેણે બારી પર લટકતી બાળકીને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધી.ત્રણ વર્ષની બાળકીની માતા તેને ઘરમાં એકલી મૂકીને શોપિંગ કરવા ગઈ હતી. બાળકી બારી સુધી પહોંચવા માટે ઓશીકા અને પોતાના રમકડાંથી સીડી બનાવી હતી.

બાળકીને બચાવવા વ્યક્તિ 8 મા માળે ચઢ્યો બાળકી

Read About Weather here

આમ કરતા કરતા તે બારી પર ફસાઈ ગઈ હતી. આ બારી જમીનથી 80 ફૂટ ઉંચી હતી.સબિતે કામ પર જતી વખતે બાળકીને ફસાયેલી જોઈ હતી. તેને બચાવવામાં સબિતને કામ માટે મોડું થઈ ગયું. તેથી રેસ્ક્યુ પછી તે કોઈને પણ મળ્યા વગર સીધો પોતાના મિત્રોની સાથે કામ પર જતો રહ્યો. તેણે બાળકીની માતાની શોપિંગથી પરત ફરવાની પણ રાહ જોઈ ન હતી. હવે સબિતને કઝાકિસ્તાન સરકાર દ્વારા મેડલ આપવામાં આવ્યું છે. લોકો તેણે હીરો તરીકે જોઈ રહ્યા છે. બધા લોકોએ આવી સ્થિતિમાં આવું કરવું જોઈએ.’રિપોર્ટના અનુસાર, સબિતે જણાવ્યું કે, ‘તેણે નથી લાગતું કે તેણે કોઈ હીરોવાળુ કામ કર્યું હોય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here