જોખમી બેદરકારી…!

જોખમી બેદરકારી…!
જોખમી બેદરકારી…!
થોડો સમય માટે શ્વાસ થંભાવી દે તેવી ઘટના મહારાષ્ટ્રના થાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ. ઉતાવળે કે ખોટી રીતે રેલવે ટ્રેક ક્રોસ કરવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવતા રહે છે, તેમ છતાં આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે.અહીં એક યુવકે લોકલ ટ્રેનને આવતી જોઈ તેમ છતાં રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો અને પોતાનો જીવ ખતરામાં નાંખી દીધો.

Visit Saurashtra Kranti Homepage here

જોખમી બેદરકારી…! જોખમી

આ ચમત્કાર જ ગણો કે તેની આવી હરકતને એક રેલવે પોલીસ ફોર્સ (RPF)ના કોન્સ્ટેબલે જોઈ અને તેને ભારે ચપળતાથી તેને ટ્રેક પરથી ખેંચી લીધો. આ રીતે યુવકનો જીવ બચી ગયો. જો એક સેકન્ડ જેટલું પણ મોડું થયું હોત તો યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.આ ઘટના થાણે રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે 7 વાગ્યાને 47 મિનિટ પર પ્લેટફોર્મ 4 પર પિલર નંબર 16 પાસે ઘટી. આ દુર્ઘટનામાં યુવકને સામાન્ય ઈજા થઈ છે.

Read About Weather here

ખોટી રીતે ટ્રેક ક્રોસ કરવાને કારણે યુવકને દંડ ફટકારવામાં આવ્યો છે અને તેનો જીવ બચાવનાર કોન્સ્ટેબલને સન્માનિત કરવામાં આવશે તેવી વાત થઈ રહી છે.આ પહેલાં ઓડિશાના ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર પણ આવી જ એક ઘટના ઘટી હતી, જ્યાં પ્લેટફોર્મ પર ઉતર્યા બાદ મહિલા ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ. જો કે ત્યાં હાજર RPFના હેડ કોન્સ્ટેબલે ચપળતા દાખવી વૃદ્ધ મહિલાને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં જતા રોકી દીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here