વડોદરામાં ઢોરનો ત્રાસ…!

વડોદરામાં ઢોરનો ત્રાસ…!
વડોદરામાં ઢોરનો ત્રાસ…!
જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે. શહેરમાં રખડતા ઢોરના કારણે સેંકડો અકસ્માત થયા છે.ત્યારે બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલીટેક્નિકના વિદ્યાર્થીને ગાયે ભેટી મારતા શીંગડું આંખમાં વાગ્યું હતું. જેમાં તેનું આંખ ફૂટી ગઈ હતી. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. માત્ર 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસના દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજી રસ્તા પર ઢોર ફરી જ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના કારણે આજેપણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ પોલીટેક્નિકમાં ડિપ્લોમામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી 8 વાગ્યાના અરસામાં તે ઘરે આવી રહ્યો હતો. તે સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી અને ત્યારબાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે ભેટી મારતા ગાયનું શીંગડું હેનીલની આંખમાં ખુંપી ગયું હતું.

Read About Weather here

હેનીલે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ લોહીલુહાણ હાલતમાં હેનીલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જુવાનજોધ પુત્રએ આંખ ગુમાવતા પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ વ્યાપ્યો હતો.જેમાં તેની આંખ ફૂટી ગયું હોવાનું ધ્યાને આવતા જ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here