પંજાબમાં પોલીસ ઈન્ટેલીજન્સ વડામથક પર ગ્રેનેડ હુમલો

પંજાબમાં પોલીસ ઈન્ટેલીજન્સ વડામથક પર ગ્રેનેડ હુમલો
પંજાબમાં પોલીસ ઈન્ટેલીજન્સ વડામથક પર ગ્રેનેડ હુમલો
પંજાબના મોહાલી ખાતે આવેલા સેક્ટર 77 ખાતેના પંજાબ પોલીસ ઈન્ટેલીજન્સ વિંગના હેડક્વાર્ટર પર ગ્રેનેડ ઝીંકાતા પોલીસમાં ભાગદોડ મચી ગઈ હતી. આરપીજી હુમલાથી કોઈ નુકશાન થયું નથી. ગ્રેનેડ ત્રીજા માળે પડ્યો હતો પણ સદનશીબે ફૂટ્યો ન હતો. બારી- બારણાનાં કાંચ તૂટી ગયા હતા. તેમ પોલીસે જણાવ્યું હતું. આ બિલ્ડીંગ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે જણાવ્યું હતું કે, કોઈ જાનહાની થઇ નથી. હરિયાણાનાં કરનાલમાં વિસ્ફોટકો સાથે ચાર આતંકવાદીઓ પકડાયાનાં ત્રણ દિવસ બાદ જ ગુપ્તચર વડામથક પરનો હુમલો પોલીસ અને સુરક્ષાદળો માટે પડકાર બન્યો છે. પોલીસે ગઈકાલે સાંજે હુમલો થયા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક નિષ્ણાંતો, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને વરિષ્ઠ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આ ઘટનાએ પંજાબમાં હડકંપ મચાવી દીધો છે.

Read About Weather here

ડીજીપી વી.કે.ભાવરાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 7:45 વાગ્યાનાં સુમારે બિલ્ડીંગનાં સુમારે ગ્રેનેડ પડ્યો હતો પણ ધડાકો થયો ન હતો. અમે તપાસ કરી રહ્યા છીએ. પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિન્દરસિંઘ રંધાવાએ ટ્વીટ કર્યું હતું કે,ગ્રેનેડ હુમલો ઊંડા કોમવાદી કાવતરાનો સંકેત છે. છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને પુનર જન્મ આપવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ હુમલો પણ એ ષડ્યંત્રનો એક ભાગ માનવામાં આવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here