જંગલનો રાજા શ્વાનથી ડર્યો…!

જંગલનો રાજા શ્વાનથી ડર્યો…!
જંગલનો રાજા શ્વાનથી ડર્યો…!
રોજ લોધિકાના અલગ અલગ ગામડાં ખૂંદી રહ્યા છે. રાજકોટથી 30 કિમી દૂર લોધિકા પંથકમાં સિંહ અને સિંહણે છેલ્લા ચાર દિવસથી ધામા નાખ્યા છે.ત્યારે એક ગામની સીમમાં ખેતરમાં જંગલના રાજાને દોડાવતા શ્વાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ડાલામથા પાછળ શ્વાન થતાં એ પણ ઊભી પૂછડી ભાગતો નજરે પડે છે. એમાં સિંહને પરસેવો વળી ગયો હોય એવાં દૃશ્યો પણ વીડિયોમાં કેદ થયાં છે.વાઇરલ વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ લોધિકાના એક ગામમાં ખુલ્લા ખેતરમાં શ્વાન ભસતો ભસતો સિંહ પાછળ દોડી રહ્યો છે. સિંહ પણ ખુલ્લા ખેતરમાં દોડતો દોડતો હાંફી ગયો હોય એમ એની દોડવાની ગતિ ધીમી કરી દે છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા ચાર દિવસથી સિંહ-સિંહણના ધામા.

તેમ છતાં શ્વાન તેનો પીછો છોડતો નથી અને સતત સાવજ પાછળ દોડી રહ્યો છે. આ વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.શનિવારે લોધિકાના સાંગણવા ગામે જોવા મળેલો સિંહ રાત્રે જૂની મેંગણી ગામે જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો સિંહદર્શન કરવા સમગ્ર પંથક ખૂંદી રહ્યા છે. દિવસે સાંગણવા ગામમાં જોવા મળેલો સિંહ રાત્રે એ જ જૂની મેંગણી ગામે જોવા મળતાં લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.સિંહના આગમનથી લોધિકા પંથકનાં ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Read About Weather here

શ્વાને સિંહનો પીછો છોડ્યો નહીં.

હાલ ઉનાળુ પાકનું રખોપું કરવા વાડીએ જવામાં ખેડૂતો ડરી રહ્યા છે. જોકે સ્થાનિક આગેવાનોએ વન વિભાગને જાણ કરી છે. સિંહ સતત લોકેશન બદલી રહ્યો છે. અસહ્ય ગરમી અને પાણીની અછતને કારણે ગીરમાંથી ઘણીવાર સિંહો આજુબાજુનાં ગામમાં જોવા મળતા હોય છે, પરંતુ રાજકોટ સુધી પહોંચી જાય એ પણ એક નવાઇની વાત છે.બે વર્ષ પહેલાં ગીરના જંગલમાંથી નીકળી 61 દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો હતો. રાજકોટથી 21 કિલોમીટર નજીક સિંહ આવ્યાની સૌપ્રથમ ઘટના બની હતી.48 કલાક બંને સિંહે રાજકોટ અને ગોંડલની વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here