‘KGF-2’ ફેમ એક્ટર નિધન

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
54 વર્ષીય ‘KGF-2’ એક્ટર મોહન જુનેજાનું લાંબી બીમારી બાદ આજે, એટલે કે શનિવારે સવારે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે આખી દુનિયામાં ‘KGF-2’ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. વર્લ્ડવાઇડ 1100 કરોડથી વધુનું કલેક્શન થઇ ચૂક્યું છે. હજુ પણ આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ વચ્ચે ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

એક્ટર અને કોમેડિયન મોહન જુનેજાએ અચાનક વિદાય લેતાં તેમનાં પરિવારજનો અને ફેન્સ શોકમાં ગરકાવ થઇ ગયા છે.મોહન જુનેજા સાઉથના ફેમસ એક્ટર હતા. તેઓ ‘KGF-2’માં પત્રકારના રોલમાં જોવા મળ્યા હતા. તેમણે કન્નડ, તમિળ, તેલુગુ, મલયાલમ અને હિન્દી સહિત 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમની ‘KGF’, ‘લક્ષ્મી’, ‘વૃંદાવન’, ‘પેડપાડે’, ‘કોકો’ અને ‘સ્નેહીથારુ’ મોહનની જાણીતી ફિલ્મો છે.

KGF-2'ના અભિનેતા મોહન જુનેજાએ લાંબી બીમારી બાદ બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા  | 'KGF-2' Actor Mohan Juneja passed away - Divya Bhaskar
મોહન જુનેજા.

Read About Weather here

‘સેન્ડલવૂડ’ તરીકે જાણીતી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મોહન જુનેજાની અણધારી વિદાયથી પૂરી ન શકાય એવી ખોટ પડી છે. તેમણે 2008માં કન્નડ ફિલ્મ ‘સંગમા’થી એક્ટર તરીકે શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મો સિવાય ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ ‘KGF-2’ હતી.મોહન જુનેજાની એક્ટિંગ વિશે વાત કરવામાં આવે તો તેમને બાળપણથી જ એક્ટર બનવાનો શોખ હતો. કોલેજના દિવસોમાં પણ તેઓ નાટકોમાં એક્ટિંગ કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here