ડાન્સનો વીડિયો બનાવતી વખતે થયું મોત

ડાન્સનો વીડિયો બનાવતી વખતે થયું મોત
ડાન્સનો વીડિયો બનાવતી વખતે થયું મોત
મિત્રો તેને તુરંતુ જ જિલ્લા હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હવે આ ઘટનાની પવાંસા પોલીસ તપાસ કરી રહી છે. ઉજ્જૈનના ઈંગોરિયામાં એક યુવક ડિજે પર ડાન્સ કરતા કરતાં અચાનક બેભાન થઈ ગયો હતો. ત્યારપછી તેને ભાન જ ના આવ્યું. પવાંસા પ્રભારી ગજેન્દ્ર પચોરિયાએ જણાવ્યું કે, ઉજ્જૈન પાસે ગ્રામ અમ્બોદિયા ડેમ પાસે રહેતો 18 વર્ષનો યુવક લાલ સિંહ તેના મિત્ર વિજયના લગ્નમાં તાજપુર આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગુરુવારે સવારે વિજયની જાન જવાની હતી. ગુરુવારે રાતે 12.30 વાગે લાલ સિંહ તેના મિત્રો સાથે ડીજે પાછળ ડાન્સ કરતા હતા. તેના મિત્રોએ જણાવ્યું કે, રસ્તામાં એક વાર લાલ સિંહે એક જગ્યાએ પાણી પીધુ હતું અને ફરી ડાન્સ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન લાલ સિંહ અચાનક બેભાન થઈ ગયો હતો. મિત્ર પુરણ સિંહ તેને તુરંત તાજપુરમાં ડોક્ટર પાસે લઈ ગયો હતો. ત્યાંથી તેને ઉજ્જૈન ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં જિલ્લા હોસ્પિટલમાં લાલ સિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ યુવક આઈટીઆઈનો અભ્યાસ કરતો હતો.લાલ સિંહ જાનમાં ડાન્સ કરતા કરતાં પોતાનો વીડિયો બનાવતો હતો. તેના મોબાઈલમાંથી મળેલા વીડિયોમાં દેખાય છે કે તે મિત્રો સાથે એન્જોય કરતો હતો. 14-15 સેકન્ડના વીડિયોમાં તેના ચહેરા પર સહેજે થાક દેખાતો નથી. આ વીડિયો બનાવ્યાના તુરંત જ તે રસ્તા પર પડી ગયો હતો.

Read About Weather here

સાથે ડાન્સ કરતા મિત્રોએ તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. તેને પાણી પીવડાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તે ભાનમાં જ ના આવ્યો.ડૉ. જિતેન્દ્ર શર્માએ જણાવ્યું કે, ડીજે અને અન્ય મોટા સ્પીકર્સથી અબનોર્મલ મુમેન્ટ આવે છે. તેની અસર હાર્ટ અને બ્રેઈન બંને પર થાય છે. તેના કારણે જ છોકરાનું ડાન્સ કરતાં કરતાં મોત થયું છે. તેના વિસારા લેવામાં આવ્યા છે. તેના હાર્ટમાં ક્લોટ નોંધાયો છે. તેના કારણે મોટી માત્રામાં આવતા ડેસિબલ સાઉન્ડ માનવ શરીરને નુકસાન પહોંચાડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here