વેરાવળમાં બંધ મકાનના રવેશની દીવાલ ધરાશાયી,બાળકો પર પડતાં એકનું મોત

વેરાવળમાં બંધ મકાનના રવેશની દીવાલ ધરાશાયી,બાળકો પર પડતાં એકનું મોત
વેરાવળમાં બંધ મકાનના રવેશની દીવાલ ધરાશાયી,બાળકો પર પડતાં એકનું મોત
આ કરૂણ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું અને બે બાળકો ગંભીર રીતે ઘવાયા હતા. બે દિવસ પહેલા વેરાવળ શહેરના ભિડીયા વિસ્તારમાં બંધ મકાનની દીવાલ ધસી પડતાં ત્યાં રમી રહેલા ત્રણ બાળકો ઉપર કાટમાળ પડ્યાની ઘટના બની હતી. જો કે બે દિવસ બાદ આ ઘટનાના વિચલીત કરી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.વેરાવળના ભિડીયા વિસ્તારમાં દરિયાકાંઠા સામે આવેલા રહેણાંક મકાનો વચ્ચેના ચોકમાં અમુક બાળકો બપોરના સમયે રમી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

દીવાલ ધરાશાયી થવાના અવાજને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા
ત્રણ પૈકી એકનું મોત, બે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

એ સમયે અચાનક જ ચોકમાં આવેલા એક જુનવાણી બંધ મકાનના રવેશની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દીવાલના મલબા નીચે ત્યાં રમી રહેલા પૈકીના ત્રણ બાળકો દબાઈ ગયા હતા.આ દીવાલ ધરાશાયી થવાથી આવેલા અવાજના પગલે આસપાસમાં રહેતા લોકોએ દોડીને બહાર આવી ત્રણ જેટલા બાળકોને બહાર કાઢી તુરંત સારવાર અર્થે બિરલા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ધનંજય ઈશ્વર આંજણી (ઉ.વ. 12) નામના બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે દિક્ષીત ઈશ્વર આંજણી (ઉ.વ. 7) અને હેમેશ અમરીક ગોહેલ (ઉ.વ. 12)ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમને સારવાર આપવામાં આવી હતી.બે દિવસ બાદ આ કરૂણ ઘટનાના વિચલીત કરી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જે સ્થળે ઘટના બની હતી ત્યાં પાસે એક મકાનમાં લાગેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

બાળકો પર દીવાલ ધરાશાયી થવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.

Read About Weather here

જેમાં બપોરના 3 કલાક અને 25 મિનીટે બાળકો રમતા રમતા થોડો ફોરો ખાવા બંધ મકાનની આગળના ભાગે છાયામાં અમૂક બેસ્યા હતા તો અમૂક ઉભા હતા.એ સમયે અચાનક જ મકાનના રવેશની દીવાલ તાશના પત્તાની જેમ કુમળા ફૂલ જેવા બાળકો ઉપર પડી હતી. આસપાસમાં દીવાલનો મલબો વિખેરાઇ ગયેલો જોવા મળતો હતો. તો દીવાલ ધરાશાયી થવાના મોટા અવાજથી આસપાસના લોકો પણ ઘર બહાર દોડી આવ્યા હોવાનું સીસીટીવીમાં જોવા મળે છે.અત્રે નોંધનીય છે કે, વેરાવળ-સોમનાથ જોડીયા શહેરના ઘણા વિસ્તારોમાં જૂનવાણી જર્જરિત મકાનો અકસ્માતને આમંત્રણ આપતા ઉભા છે. ત્યારે હવે બંધ જર્જરીત મકાન કોઈ અન્યનો ભોગ લે તે પહેલા કડક કાર્યવાહી પાલિકા તંત્ર કરે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.તેમ છતાં નગરપાલિકા તંત્ર આવા જર્જરિત બાંધકામોને દંડવા કે ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here