બુલડોઝરનું ટાયર ફાટવાથી 2નાં મોત

બુલડોઝરનું ટાયર ફાટવાથી 2નાં મોત
બુલડોઝરનું ટાયર ફાટવાથી 2નાં મોત
દુર્ઘટના બુલડોઝરનું ટાયર ફાટવાને કારણે થઈ હતી. છત્તીસગઢના ​​​​​​રાયપુરના સિલતરા વિસ્તારમાં ગુરુવારે એક દુર્ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થયાં છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે લોકો મધ્યપ્રદેશના સતના જિલ્લાના રહેવાસી હતા. દુર્ઘટનાની તપાસ સિલતરા પોલીસ કરી રહી છે. દુર્ઘટનાની ગંભીરતાનો ખ્યાલ પ્લાન્ટમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પરથી આવે છે,જેમાં મજૂરના હાથના ચીંથરેચીંથરાં થયેલા દેખાય છે.દુર્ઘટના ધનકુલ સ્ટીલ નામના પ્લાન્ટમાં બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

લોડિંગ માટે અહીં બુલડોઝર મગાવવામાં આવ્યું હતું. એના ટાયરમાં હવા ભરવામાં આવી રહી હતી. અચાનકથી પ્રેશર વધવાથી બ્લાસ્ટ સાથે ટાયર ફાટ્યું હતું. હવા પૂરતા રાજપાલ સિંહ અને પ્રાંજલ નામદેવીનાં એને કારણે મૃત્યુ થયાં હતાં.ટાયર સાથે અથડાવવાને કારણે બંનેનાં માથું ફાટી ગયાં હતાં. ઘણુંબધું લોહી વહી જતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આસપાસ બીજા પણ કર્મચારીઓ હાજર હતા, બ્લાસ્ટના કારણે તેમણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે રાજપાલ અને પ્રાંજલને બચવાની તક મળી નહોતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પ્રકાશમાં આવ્યા છે.

Read About Weather here

બંને કર્મચારીઓ બુલડોઝરના ટાયરને ખોલીને તેની પર બેસીને એમાં હવા ભરી રહ્યા હતા. એક કર્મચારી હવા ભરી રહ્યો હતો, તો બીજો ટાયરના પ્રેશરને ચેક કરી રહ્યો હતો. જોકે બંનેમાંથી કોઈને એ વાતનો ખ્યાલ ન આવ્યો કે ક્યારે ટાયરનું પ્રેશર વધી ગયું અને અચાનક જ ટાયર ફાટ્યું. બ્લાસ્ટના કારણે રાજ્યપાલ અને પ્રાંજલ લગભગ 5 ફૂટ ઊંચા ઊંછળ્યા હતા. ટાયરની વચ્ચે લાગેલી લોખંડની રિંગ બંનેનાં માથાં પર પડી હતી અને તેઓ નીચે પડ્યા હતા.સિલતરચોકીની પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃત્યુ પામેલા બંને કર્મચારી મધ્યપ્રદેશના સતનાના રહેવાસી છે.CCTVફૂટેજની પણ તપાસ ચાલી રહી છે, જેથી ઘટનાના કારણનો ખ્યાલ આવે.હવે તેમના પરિવારના સભ્યોને આ ઘટનાની માહિતી અપાઈ રહી છે કે હાલ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here