જુઓ અંતરિક્ષની હોટલના PHOTOS

જુઓ અંતરિક્ષની હોટલના PHOTOS
જુઓ અંતરિક્ષની હોટલના PHOTOS
અમેરિકન સ્પેસ કન્સ્ટ્રક્શન કંપની ઓર્બિટલ એસેમ્બ્લી કોર્પોરેશન આ સપનાને સાકાર કરવા જઈ રહી છે. અંતરિક્ષમાં શાનદાર નજારાની સાથે સાથે હોટલની સુવિધાનો પણ આનંદ ઉઠાવવો એ સપનાંથી ઓછું નથી. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે 2025માં દુનિયાની પહેલી સ્પેસ હોટલ ખોલશે, એનું નામ પાયોનિયર સ્ટેશન રાખવામાં આવશે.સ્પેસ હોટલ બનાવવાનો પ્રસ્તાવ સૌપ્રથમવાર વર્ષ 2019માં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
સ્પેસ હોટલનો આકાર એક ફરતા વ્હીલ જેવો હશે, જે પૃથ્વીની આસપાસ ફરશે.

Visit Saurashtra Kranti Homepage here

મુસાફરોની સુવિધા માટે સ્પેસ હોટલમાં આર્ટિફિશિયલ ગ્રેવિટી પણ હશે.

વૈજ્ઞાનિકોના અનુસાર, આ હોટલ એક ફરતા ટાયરના આકારની હશે, જે પૃથ્વીની આસપાસ ચક્કર લગાવશે.કંપનીના જણાવ્યા પ્રમાણે, પાયોનિયર સ્ટેશન સિવાય વોયેજર સ્ટેશન નામની પણ એક સ્પેસ હોટલ 2027માં ખોલવામાં આવશે. પાયોનિયરમાં 28 લોકો એકસાથે 2 અઠવાડિયાં માટે રહી શકે છે તેમજ વોયેજરની ક્ષમતા 400 લોકોની હશે.કંપનીના જણાવ્યા પ્રમાણે, બંને સ્પેસ હોટલ લક્ઝરી હશે. અહીં મુસાફરોની સુવિધા માટે આર્ટિફિશિયલ ગ્રેવિટી પણ હશે, એટલે કે લોકો પૃથ્વીની જેમ સ્નાન, બેસવાનું, ચાલવું અને ખાવા જેવી નોર્મલ પ્રવૃતિ કરી શકશે.

પાયોનિયર સ્ટેશન ઉપરાંત વોયેજર સ્ટેશન નામની સ્પેસ હોટલ પણ 2027માં ખોલવામાં આવશે.

અત્યારે આ ટેક્નોલોજી અંતરિક્ષના કોઈપણ સ્પેસ સ્ટેશનમાં હાજર નથી.ઓર્બિટલ એસેમ્બ્લી કોર્પોરેશનના COO ટિમ અલ્ટોરેના જણાવ્યા પ્રમાણે, સ્પેસ ફેન્સ માટે આ એક સાયન્સ ફિક્શનના સપનાથી ઓછું નહીં હોય. સ્પેસ હોટલનું ઈન્ટીરિયર પૃથ્વીની લક્ઝરી હોટલ જેવું જ હશે. સ્પેસ હોટલમાં બાસ્કેટબોલ કોર્ટ, આલીશાન રૂમ, રેસ્ટોરાં અને બાર જેવી સુવિધાઓ આપવામાં આવશે.

આ લક્ઝરી હોટલનું ઈન્ટીરિયર પૃથ્વીની હોટલ જેવું જ હશે.
સ્પેસ હોટલમાં બાસ્કેટબોલ કોર્ટની સુવિધા પણ હશે.

Read About Weather here

છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્પેસ ટૂરિઝ્મ એક હોટ ટોપિક બની ગયો છે. અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન, રિચર્ડ બ્રેનસનની કંપની વર્જિન ગેલેક્ટિક અને ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સ પહેલાંથી જ સામાન્ય લોકોને અંતરિક્ષની મુસાફરી કરાવી રહી છે. જોકે આ બધું તગડી કિંમતે થઈ રહ્યું છે.અલ્ટોર કહે છે કે તેમનો પ્રયાસ સ્પેસ હોટલને સસ્તી બનાવવાનો રહેશે. અત્યારે અહીં રહેવાનો ખર્ચ કેટલો હશે, આ વિશે કંપનીએ કોઈ જાણકારી નથી આપી. અહીં ઘરથી માંડી ઓફિસ હશે, સાથે જ પર્યટક પણ સ્પેસના નજારાનો આનંદ ઉઠાવી શકશે.ઓર્બિટલ એસેમ્બ્લી કોર્પોરેશનનો હેતુ અંતરિક્ષમાં બિઝનેસ પાર્ક બનાવવાનો છે.

આર્ટિફિશિયલ ગ્રેવિટી અત્યારે અંતરિક્ષના કોઈપણ સ્પેસ સ્ટેશનમાં હાજર નથી.
ઓર્બિટલ એસેમ્બ્લી કોર્પોરેશનનો હેતુ જગ્યામાં બિઝનેસ પાર્ક બનાવવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here