ખેતરમાં લાગેલી આગની ઝપેટમાં આવી સ્કૂલ-બસ

ખેતરમાં લાગેલી આગની ઝપેટમાં આવી સ્કૂલ-બસ
ખેતરમાં લાગેલી આગની ઝપેટમાં આવી સ્કૂલ-બસ
ગંભીર સ્થિતિમાં દાઝી ગયેલાં બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં, જ્યાંથી તેમને હાયર સેન્ટર રેફર કરી દેવાયાં. બસમાં સવાર સ્કૂલના 7 છાત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. બસના કાચ તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા.સરકાર અને વિભિન્ન સંસ્થાઓની અપીલ છતાં ખેડૂતો ખેતરમાં પાકમાંથી વધેલો કચરો આગને હવાલે કરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સ્કૂલ-બસમાં આગ લાગી.

બુધવારે બપોરે પંજાબના બટાલા નજીક ગામમાં બીજલીવાલની પાસે રજા બાદ એક સ્કૂલ-બસ બાળકોને ઘર છોડીને જઈ રહી હતા. બસમાં 42 વિદ્યાર્થી સવાર હતા.બસ જ્યારે બીજલીવાલ ગામ પહોંચી તો અહીં કોઈએ ખેતરમાં ઘઉંના પાકમાંથી વધેલા કચરામાં આગ લગાડી હતી. સ્થિતિ એવી હતી કે રસ્તાની બંને બાજુએ ઘઉંના પાકના કચરામાં આગ લગાડી હતી. બસનો ડ્રાઈવર ધુમાડાને કારણે તેને કંઈ ન દેખાતાં બસ આગ લાગેલા ખેતરમાં પલટી મારી ગઈ.

Read About Weather here

એ બાદ થોડી જ વારમાં આગ બસને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી.બસમાં આગ લાગ્યા બાદ બાળકોએ બુમાબુમ કરી હતી. માસૂમની બૂમ સાંભળીને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકઠા થઈ ગયા. લોકોએ બસનો કાચ તોડીને બાળકોને બહાર કાઢ્યા. એટલામાં જ 7 બાળકો આગને કારણે દાઝી ગયા. લોકોએ ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા.આગ એટલી ભયાનક હતી કે બાળકોને કાઢવામાં મુશ્કેલી પડી હતી.ઘટનાસ્થળે લોકોએ કહ્યું હતું કે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે માસૂમની બૂમો પણ સંભળાતી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here