પોલીસની માફક મનપાતંત્રની ટીપી શાખા સામે પણ તોડકાંડનો મામલો બહાર આવશે??

પોલીસની માફક મનપાતંત્રની ટીપી શાખા સામે પણ તોડકાંડનો મામલો બહાર આવશે??
પોલીસની માફક મનપાતંત્રની ટીપી શાખા સામે પણ તોડકાંડનો મામલો બહાર આવશે??

બોલશો તો બબાલ થશે, સાચાને શણગારાશે અને જુઠાને જ બલીએ ચડાવાશે કારણ કે ખોટું ક્યારેય ટકતું નથી અને સાચું ક્યારેય અટકતું નથી…

સામાકાંઠાના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો: કમિશનરની સૂચના છતાં અનેક બિલ્ડરોને છાવરતા ટીપી શાખાના અધિકારીઓ: ભારે ચર્ચા

ગેરકાયદેસર બાંધકામ વિરૂધ્ધ શહેરીજનો ટીપી શાખામાં અરજી તો કરે પરંતુ ટીપીના અમુક અધિકારીઓ સેટીંગ.કોમ કરી કોઇ કાર્યવહી ન કરતાનો આક્ષેપ: ઉચ્ચ અધિકારીઓએ આ વાતને ગંભીરતાથી લઇને તપાસ કરવી જરૂરી

કમિશનર સામે સારા બનતા ટીપી અધિકારીઓની વરવી વાસ્તવીકતા જ અલગ: સુકા ભેગુ લીલુ બળે તો પણ નવાઇ નહીં

ટીપી અધિકારી સુરેશ કડીયા સામે અનેક ફરિયાદો: મ્યુ. કમિશનર તપાસ કરાવશે?

પાણી આવે તે પહેલા પાળ બાંધવી જરૂરી: કોઇ કાંડ સામે આવે તે પહેલા જ સમગ્ર મામલે મ્યુ.કમિશનરે તપાસ કરવાની જરૂર

શહેરમાં અવનવી બનતી ઘટનાઓ ચકચાર મચાવે છે. થોડા સમય પહેલા શહેર પોલીસ સામે કથીત તોડકાંડનો આક્ષેપ થતા જ રાજકોટ સહિત રાજ્યભરમાં હાહાકાર મચ્યો હતો. બાદમાં થોડા દિવસો પછી જ ફરી પોલીસ ચર્ચામાં આવી હતી તે જ રીતે રાજકોટ પોલીસની જેમ હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ચર્ચામાં આવે તવો પવન ફુંકાયો છે.

રાજકોટ મનપાના ટીપી શાખાના અધિકારીઓ દ્વારા પણ ગેરકાયેદસર બાંધકામના હવાલા લેવાતા હોવાની વાતે શહેરભરમાં ચર્ચાઓ જગાવી છે. આ સમગ્ર મામલે મનપા કમિશનર અમિત અરોરા કદાચ અંધારામાં છે તે ને હજુ સુધી કોઇ જાણકારી છે જ નહીં કે તેના જ નાક નીચે ટીપીના અધિકારીઓ શું કાંડ કરી રહ્યા છે.

ચર્ચાની વિગત જોઇએ તો શહેરમાં વારંવાર ચર્ચામાં આવતો વિસ્તાર એટલે સામોકાંઠો. શહેરના સામાકાંઠા વિસ્તારને અનેક રાજકીય નેતાના જાણે આર્શિવાદ છે. માટે જ પહોંચ ધરાવતા લોકો કાયદાનો અને નિયમોનો ડર રાખ્યા વિના બેફામ બન્યા છે.

મનપા કમિશનરે આદેશો કર્યા હતા કે શહેરમાં ગેરકાયદેસર બાંધકામો દુર કરો અને મનપાની દબાવેલી જમીન અથવા તો કોમન પ્લોટના દબાણો તાત્કાલીક દુર કરો. પણ આ આદેશો ખાલી કહેવા ખાતર હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે શહેરમાં સામાકાંઠે ગેરકાયદેસર બાંધકામનો રાફડો સર્જાયો છે અને તે એકોય સામે મનપાની ટીપી શાખા કોઇ કાર્યવાહી ન કરતી હોવાનો પણ સુર ઉઠ્યો છે.

વિસ્તારવાસીઓએ અનેક વખત અરજીઓ કરી હોવા છતાં પણ તેનો કોઇ નિકાલ કરવામાં ન હોવાની વાત પણ શહેરીજનોમાં થઇ રહી છે. આ ઉપરાંત ટીપી શાખાના અમુક અધિકારીઓને ખબર છે કે આટલા ગેરકાયદેસર બાંધકામ છે પણ તે સૌ પાસેથી કોઇ કાર્યવાહી ન કરવાના અધિકારીઓએ વળતર લીધા હોવાન આક્ષેપોએ ચકચાર મચાવી છે.

ઘણા બાંધકામો ગેરકાયદેસર રીતે ઉભા થાય છે અથવા તો માર્જીનમાં જગ્યા મુક્યા વિના પાંચ માળથી વધુ માળ ખડકી દેવામાં આવતા હોવા છતા

Read About Weather here

પણ કોઇ કડક કાર્યવાહી શું કામ કરવામાં આવતી નથી તે સૌ શહેરીજનો જાણવા માંગે છે. ગેરકાયદે બાંધકામ કરનારને

Visit Saurashtra Kranti Homepage here

રાજકીય નેતાઓનું પીઠબળ હંમેશા મળતું રહેતું હોવાથી કોઇના ડર વિના બેફામ પોતાનું કામ કરતા નજરે પડે છે. છતાં કોઇ વાળ પણ વાળ વાકું કરી શકતું નથી.

આ સમગ્ર મામલે મનપા કમિનરે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. નીચેના અધિકારીઓના કરેલા કામોથી ઉપર લેવલ સુધી છાંટા ઉડવાની શક્યતાઓ છે. અને આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરાશે તેના પર સૌ શહેરીજનોની નજર રહેશે.(4)


ટીપી શાખાના અધિકારી મકવાણાનો લુલો બચાવ: કાર્યવાહી કરીએ જ છીએ

ટીપી શાખાના અધિકારી સુરેશ કડીયા સામે આક્ષેપો થતા સત્ય જાણવા તેનો સંપર્ક કરતા તેને વાત કરવાને બદલે મો છુપાવ્યું હતું અને સમગ્ર વિગત અધિકારી મકવાણા પાસેથી લેવા જણાવતા તેઓએ જણાવ્યુ હતું કે એક પણ ગેરકાયદેસર બાંધકામ છે નહીં અને તોડકાંડના આક્ષેપો ખોટા છે.

અમારી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવે જ છે. જેટલા ગેરકાયદેસર બાંધકામ છે તેઓને નોટીસ પાઠવાઇ છે. આજ સુધીની શહેરીજનોએ આપેલી અરજીનો નિકાલ પણ કરેલો છે.

ગેરકાયદેસર બાંધકામની અરજી આવે એટલે નોટીસ પાઠવી કામગીરી કરાય છે. પણ આ તમામ તેનો લુલો બચાવ હતો કારણકે સામાકાંઠે કેટલા બાંધકામ ગેરકાયદેસર છે અને કેટલા પાસેથી વહીવટી કરાયો છે તે સૌ કોઇ જાણે જ છે. માટે તમામ વાત પાયાવિહોણી ગણી શકાય તેવુ પણ ચર્ચાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here