આ પાર્ટીમાં અનેક સેલેબ્સ આવ્યા હતા, પરંતુ પાર્ટીમાં શહનાઝ ગિલ તથા સલમાન ખાન વચ્ચેનું બોન્ડિંગ ચર્ચામાં રહ્યું હતું. બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન તથા આયુષ શર્માએ 3 મેના રોજ ઈદ પાર્ટી યોજી હતી. સલમાન ખાન તો શહનાઝને ગાડી સુધી મૂકવા પણ ગયો હતો. બંનેના ક્યૂટ બોન્ડિંગની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે.શહનાઝે ઇદ પાર્ટીમાં બ્લેક ડ્રેસ પહેર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
![ઈદ પાર્ટીની તસવીરો ઈદ](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/04/11_1651659616.jpg)
![ઈદ પાર્ટીની તસવીરો ઈદ](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/04/19_1651660326.jpg)
![ઈદ પાર્ટીની તસવીરો ઈદ](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/04/13_1651660057.jpg)
આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. પાર્ટીમાં શહનાઝે ઘણીવાર સલમાનને ગળે લગાવ્યો હતો અને કિસ પણ કરી હતી.ઈદ પાર્ટીમાં સલમાન ખાને શહનાઝનું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. શહનાઝે સલમાન ખાનનો હાથ પકડ્યો હતો અને ડિમાન્ડ કરી હતી કે તે ગાડી સુધી મૂકવા આવે. વાઇરલ વીડિયોમાં સલમાને શહનાઝને કહ્યું હતું, ‘જા, પંજાબની કેટરીના.
![ઈદ પાર્ટીની તસવીરો ઈદ](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/04/14_1651660092.jpg)
‘આ સાંભળીને શહનાઝે સલમાનનો હાથ ખેંચ્યો હતો અને કહ્યું હતું, ‘મને મૂકીને આવ.’ પછી શહનાઝે ફોટોગ્રાફર્સને કહ્યું હતું, ‘તમને ખબર છે, સલમાન સર મને ગાડી સુધી મૂકવા આવવાના છે.’ આ સમયે સલમાન, શહનાઝને મસ્તીમાં કહે છે કે તે ખોટી કારમાં બેસી ગઈ છે. શહનાઝ પછી કારમાં બેસે છે, પરંતુ બેસતા પહેલાં તે સલમાનના ગાલને સ્પર્શ કરે છે અને બાય કહે છે.ચર્ચા છે કે શહનાઝ ગિલ ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’થી બોલિવૂડ ડેબ્યૂ કરશે.
![ઈદ પાર્ટીની તસવીરો ઈદ](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/04/15_1651660107.jpg)
જોકે, હજી સુધી સલમાન કે શહનાઝે ઑફિશિયલ જાહેરાત કરી નથી. માનવામાં આવે છે કે ફિલ્મમાં શહનાઝ અને આયુષ શર્માની જોડી જોવા મળશે. સૂત્રોના મતે, સલમાન ખાને ફિલ્મ માટે શહનાઝનો સંપર્ક કર્યો હતો. શહનાઝ ક્યારેય સલમાન ખાનને ના પાડી શકે નહીં.
Read About Weather here
![ઈદ પાર્ટીની તસવીરો ઈદ](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/04/16_1651660119.jpg)
![ઈદ પાર્ટીની તસવીરો ઈદ](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/04/17_1651660126.jpg)
તેણે ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. સલમાન ખાનને શહનાઝની સાદગી ઘણી જ ગમી છે. સલમાન ખાને શહનાઝ ગિલને જેટલી ફી લેવી હોય તેટલી ફી લેવાનું કહ્યું છે.જોકે, હજી સુધી શહનાઝે પોતાની ફી નક્કી કરી નથી.સૂત્રોના મતે, સલમાને શહનાઝને પોતાની રીતે ફી નક્કી કરવાનું કહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here