હવે બિસ્‍કિટ ખાવા મોંઘા પડશે : બ્રિટાનિયાએ ભાવ વધારાના સંકેત આપ્‍યા

હવે બિસ્‍કિટ ખાવા મોંઘા પડશે : બ્રિટાનિયાએ ભાવ વધારાના સંકેત આપ્‍યા
હવે બિસ્‍કિટ ખાવા મોંઘા પડશે : બ્રિટાનિયાએ ભાવ વધારાના સંકેત આપ્‍યા
સૌથી મોટી FMCG નિર્માતા કંપની બ્રિટાનિયાએ આગામી દિવસોમાં તેના ઉત્‍પાદનોના ભાવમાં વધારો કરવાનો સંકેત આપ્‍યો છે. બિસ્‍કિટ હવે મોંઘવારીનો ભોગ બનવા જઈ રહ્યા છે.તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરતા, કંપનીએ કહ્યું કે જાન્‍યુઆરી અને માર્ચ ક્‍વાર્ટર વચ્‍ચે, કંપનીએ કિંમતોમાં વધારો કર્યો છે અને નફો જાળવી રાખવા માટે, કંપની કેલિબ્રેટેડ રીતે કિંમતોમાં વધારો કરશે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરના સમયમાં, ઘણી એફએમસીજી કંપનીઓએ ઈનપુટ ખર્ચમાં વધારાને કારણે માર્જિન અને નફો જાળવી રાખવા માટે તેમના ઉત્‍પાદનોના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જો કે ભાવ વધારાની અસર માંગ પર પણ જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે HULએ વધતી જતી ફુગાવા સાથે બજારની વૃદ્ધિમાં ઘટાડા અંગે ચિંતા વ્‍યક્‍ત કરી હતી. HULના CEO અને મેનેજિંગ ડિરેક્‍ટર સંજીવ મહેતાએ જણાવ્‍યું હતું કે, ફુગાવો અને બજારની ધીમી વૃદ્ધિ એ નજીકના ભવિષ્‍યની ચિંતા છે. ભારતીય એફએમસીજી ક્ષેત્રની મધ્‍યમથી લાંબા ગાળાની સંભાવનાઓ વિશે અમને વિશ્વાસ છે.

Read About Weather here

અન્‍ય FMCG પ્‍લેયર્સ મેરિકો અને ગોદરેજ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ લિમિટેડે પણ કોમોડિટીના વધતા ભાવ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે.વાસ્‍તવમાં, જો આ FMCG કંપનીઓ ખર્ચનું કારણ આપીને કિંમતોમાં વધારો કરે છે, તો તેની સીધી અસર ગ્રાહકોના બજેટ અને તેમના ખિસ્‍સા પર પડે છે. તાજેતરના સમયમાં એફએમસીજી કંપનીઓએ સાબુ, શેમ્‍પૂ અને ડિટર્જન્‍ટના ભાવમાં વધારો કર્યો છે. અને હવે બિસ્‍કીટ પણ મોંઘા થવા જઈ રહ્યા છે.પહેલાથી જ મોંઘા પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને ઈએમઆઈ મોંઘા થવાથી પરેશાન લોકો અન્‍ય વસ્‍તુઓની મોંઘવારીનો સામનો કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here