બે કલાકનો કાર્યક્રમ પાછળ 40 લાખથી વધુનો ખર્ચ કરતી મનપા

મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…
મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…

મનપાની તિજોરી ખાલીખમ છતાં સપ્તરંગી સાંજમાં લાખો ખર્ચાયા

ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની મનપા પાસેથી 14 લાખ 50 હજાર ખંખેરી ગઈ: કલાકારો તથા ટીમને હવાઈ મુસાફરી માટે 3,60,022 ચૂકવાયા!

કલાકારોનાં પુરસ્કાર ખર્ચ માટે અધધ… 21,24,000 ચૂકવાયા: રહેવા, જમવા માટે ખાનગી હોટલોને 94,512 નું બિલ થયું

ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસ નિમિતે રાજકોટ મનપા દ્વારા શહેરીજનો માટે સપ્તરંગી સાંજ મ્યુઝિકલ નાટ્યનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તરંગી સાંજને માણવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. પણ કદાચ સૌ શહેરીજનોએ ખબર નહીં હોય કે, મનપાએ આ કાર્યક્રમ પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા હશે. અત્યારે મનપાની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે.

આવક ઉભી કરવા અવનવી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે અને રિકવરીની કામગીરી પણ ઝડપી બનાવી દેવામાં આવી છે. જેના લીધે કંઇક અંશે મનપાને આવક થઇ શકે. આવા કપરા સમયે મનપાને લાંબો ખર્ચને આવા કાર્યક્રમ કરવાની શું જરૂર પડી તે પણ લોકોમુખે ચર્ચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અંગત સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મનપાએ કાર્યક્રમ અંતર્ગત અંદાજે કુલ 40,28,534 રૂપિયાનું બિલ મુક્યું છે. જેમાં વિસ્તારથી જોઈએ તો કલાકારો તથા ટીમ માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા માટે ધ ઈમ્પીરીયલ પેલેસને 94,512 તેમજ કલાકારોને પુરસ્કાર અથવા તો તેનો ચાર્જ ગણીએ તો તે 21,24,000 કાર્યક્રમ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફી તથા એન્કર અને કોરસ ટીમ માટે લોકલ ટ્રાન્સપોટેશન અને એકોમોડેશનની વ્યવસ્થા પાછળ 14,50,000 અને કલાકારો તથા ટીમ માટે હવાઈ મુસાફરીનાં ભાડાં પેટે 3,60,022 ચુકવવામાં આવ્યા છે.

Read About Weather here

આ તમામ રકમ હજુ સ્ટેન્ડિંગમાં મંજુર કરવાની બાકી છે. પરંતુ અધધ 40 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવ્યો છે.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here