પ્રામાણિકતા કે અણસમજ  

પ્રામાણિકતા કે અણસમજ  
પ્રામાણિકતા કે અણસમજ  
દિલ્હી કેપિટલ્સ vs લખનઉ સુપર જાયન્ટ્સની મેચમાં કંઈક એવું બન્યું, એવું કહેવાય છે કે ગમે તે થાય બેટ્સમેનને ખબર હોય છે કે બોલ તેના બેટને અડ્યો છે કે નહીં. જેમાં બેટ્સમેન આઉટ થયા વિના જ મેદાન છોડી ગયો. આ જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે માર્શે જે કર્યું તેના વિશે શું કહેવું? આવુ કરવા પર મિશેલ માર્શને મેચનો વિલન કહેવામાં આવી રહ્યો છે.આવેશ ખાનની જગ્યાએ મેચ રમી રહેલા ગૌતમને ફ્રિ વિકેટ મળી હતી . ગૌતમે મિશેલ માર્શની વિકેટ પોતાના નામે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીના વિસ્ફોટક ઓપનર્સ લખનઉ સામેની મેચમાં ફ્લોપ સાબિત થયા

જોકે માર્શ આઉચ ન હતો. વાસ્તવમાં મિશેલ ગૌતમના બોલ પર મોટો શોટ રમવા માંગતો હતો, પરંતુ બોલ બેટને અડ્યો નહીં અને વિકેટકીપર ડી કોકના ગ્લોવ્સમાં ગયો.ડી કોકને લાગ્યું કે બોલને બેટની એડ્જ અડી છે અને તેણે જોરદાર અપીલ કરી. મિશેલને પણ ખાતરી થઈ ગઈ હતી કે બોલને બેટની એડ્જ અડી છે. માર્શ કંઈ સમજ્યો નહીં અને પેવેલિયન તરફ ચાલવા લાગ્યો. ગૌતમને પણ વિશ્વાસ ન થયો કે તેણે માર્શની વિકેટ લીધી.રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે બોલ બેટને અડ્યો જ નથી. માર્શે 20 બોલમાં 37 રન ફટકાર્યા હતા. તેણે પંત સાથે માત્ર 25 બોલમાં 60 રન જોડ્યા. જે સમયે તેણે રિવ્યુ લીધા વિના પોતાની વિકેટ ફેંકી હતી, તે સમયે દિલ્હી જીત તરફ આગળ વધી રહ્યું હતું.માર્શના આઉટ થયા બાદ લલિત યાદવ પણ આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

Read About Weather here

મિડલ ઓર્ડરમાં ઝડપી રન મેળવવા માટે પ્રખ્યાત લલિત લખનઉ સામે માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ પછી દિલ્હીની ટીમ મેચમાંથી બહાર થઈ ગઈ હતી.196 રનના ટાર્ગેટ સામે પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જોડી ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. દિલ્હીએ 13 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. પૃથ્વી શો 5 રનના અંગત સ્કોર પર દુષ્મંથા ચમીરા દ્વારા આઉટ થયો હતો જ્યારે ડેવિડ વોર્નર 3 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં સુકાની રીષભ પંત અને મિશેલ માર્શે કાઉન્ટર એટેક શરૂ કર્યો. બંનેની ધમાકેદાર બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે મેચ 20 ઓવર પહેલા ખતમ થઈ જશે.આવી સ્થિતિમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37 રન બનાવીને રમી રહેલા માર્શે પોતાને કોઈ પણ એડ્જ વિના આઉટ માનીને રિવ્યુ લીધા વિના જ મેદાન છોડી દીધું હતું. જે બાદ રીષભ પંત એકલો પડી ગયો હતો. પરિણામ એ આવ્યું કે વધતા રન-રેટના દબાણમાં પંતે દરેક બોલ પર ફટકારવાનું શરૂ કર્યું. જો કાંગારૂ બેટ્સમેન મિચેલ માર્શે ભૂલ ન કરી હોત તો દિલ્હી પાસે મેચ જીતવાની તક હતી.અંતે 30 બોલમાં 44 રન બનાવ્યા બાદ રિષભ મોહસીન ખાનના હાથે બોલ્ડ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here