આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. 20 ટકા ડિસ્કાઉન્ટથી 1 કિલો સોનું ખરીદવા આવેલા ચેન્નાઈનાં દંપતી સાથે 43 લાખની ઠગાઈ

ચેન્નઈના દંપતીને ગઠિયાએ પહેલાં 100 ગ્રામ અસલી સોનું આપ્યું હતું

લોન, ક્રેડિટ કાર્ડ, ફિક્સ ડિપોઝીટ તોડી અને શેર વેચીને પૈસા એકઠાં કર્યા હતા

2. PG ટીચર્સની ભરતી નહીં થતાં અમદાવાદ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની 15 બેઠક ગુમાવવી પડશે, 9 વર્ષથી ભરતી નથી થઈ

સાંસદ કિરીટ સોલંકી, મંત્રી પ્રદીપ પરમાર, વિશ્વકર્માએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી

3. આંખમાં 10 ટકા વિઝન પણ પાણી બચાવવાની લાંબી નજર, ચોમાસે 1 લાખ લિટર પાણી બચાવે છે

છેલ્લા 8થી 10 વર્ષ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી જળસ્તર ઊંચું લાવવાનું ભગીરથ કાર્ય

4. તાપમાન 44 ડિગ્રી થઈ શકે, ગરમીને કારણે દૂધની આવક 10 હજાર લિટર ઘટી

રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન યથાવત્, 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા આકાશમાંથી વરસતી લૂ વર્ષા, બજારમાં બપોરે 70 ટકા ખરીદી ઓછી

5. ગાંધીનગર મહાનગરપાલિકામાં સફાઇકર્મીઓની આવનારી પેઢીના હાથમાં ઝાડું નહીં પેન હોવી જોઈએ

PFના પ્રશ્નોને લઈ સફાઈ કર્મીની સ્થાયી સમિતિના ચેરમેન સાથે બેઠક

Read Saurashtra Kranti E-Paper here

6. ગાંધીનગર શહેરમાં પરશુરામ જંયતિએ 1100 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે શોભાયાત્રા નીકળશે

સે-16 સચ્ચિદાનંદ ભવન ખાતે શોભાયાત્રા, મહાઆરતી યોજાશે

શોભાયાત્રામાં​​​​​​​ ડીજે, કરાટે, 100 બાઈક તથા 100 ગાડીઓ જોડાશે

7. જામનગરમાં હેલીકોપ્ટરમાંથી પૃષ્પવૃષ્ટિ સાથે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ

રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શરૂ થયેલી કથામાં ભાવિકો ઉમટી પડયા

લોકડાયરો, દાંડિયા રાસ, શ્રીનાથજી ભકિત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો

8. અંદાજે 1000 કરોડ રૂપિયાના ખર્ચે ધરોઇ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે

ધરોઇ ડેમના ટાપુ, સાબરમતી નદી કાંઠા અને ડેમના કિનારાને પણ ડેવલપ કરાશે

Visit Saurashtra Kranti Homepage here

9. છેલ્લા 3 વર્ષમાં લોકોનો ઘરખર્ચ 15 હજારથી 22 હજારે પહોંચ્યો

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધતા મધ્યમવર્ગના પરિવારનું મહિને 7000 નુ ભારણ વધી ગયું

10. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં સાયોની શેરીમાં રહેતા યુવાન પર સામુ જોવા બાબતે પાંચ શખસોએ હુમલો કરતા નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. પરંતુ હવે આ આખી ઘટનાનો સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં યુવાનને બળજબરીથી ઉપાડી જઇ માર મારી મૂકી જતા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. છતાં આ પ્રકરણમાં પોલીસે અપહરણની કલમ ન નોંધતા અનેક સવાલ ઉભા થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here