રાજકોટમાં અખાદ્ય પદાર્થોનાં વેચાણ સામે મનપાની ઝુંબેશને ભારી સફળતા

રાજકોટમાં અખાદ્ય પદાર્થોનાં વેચાણ સામે મનપાની ઝુંબેશને ભારી સફળતા
રાજકોટમાં અખાદ્ય પદાર્થોનાં વેચાણ સામે મનપાની ઝુંબેશને ભારી સફળતા
રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ અને ઉત્પાદન બંધ કરાવવા લાલઆંખ કરવામાં આવી છે અને રોજેરોજ અલગ- અલગ વેપારીઓ અને પેઢીઓને ત્યાં ચકાસણી કરવાની ઝુંબેશને નોંધપાત્ર સફળતા મળી રહી છે. આજે વધુ કેટલીક પેઢીઓમાં ઘી, દૂધની બનાવટો, થાબડી, ચા નો પાવડર વગેરેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નિયમભંગ જણાતા અંદાજે રૂ.10 હજારથી માંડીને રૂ.1 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં ફીનીક્સ એજન્સી, મોરબી રોડ જકાતનાકામાંથી લેવાયેલ આઈસ્ક્રીમ સ્પે. થાબડીનો નમુનો ચકાસણી બાદ મિસ બ્રાન્ડ જાહેર થતા પેઢીનાં મુકેશ કલ્યાણજી લીંબાસીયાને રૂ.10 હજાર, ઉત્પાદક પેઢીનાં નોમીની કાંતીલાલ છગનભાઈ બાવરવાને રૂ.25 હજાર અને પેઢી ફીનીક્સ મિલ્ક પ્રોડક્ટને રૂ.1 લાખનો દંડ ફટકારવાનો હુકમ કરાયો હતો.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશન મુજ્કા મુકામેથી દીપક ચંદ્રક્રાંતભાઈ ગણાત્રા પાસેથી લેવાયેલ અમુલ શુધ્ધ ઘી (500 મિલી પેક) તથા ગોપાલ શુધ્ધ ઘી (500 મિલી પેક) નાં નમુનામાં વેજીટેબલ ફેટ અને તિલઓઈલ દેખાતા નમુનો મિસબ્રાન્ડ થયો હતો. આથી નમુનો આપનાર દીપક ગણાત્રાને કુલ રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મનપાનાં ફૂડ વિભાગે સેફટી ઓફ વ્હિલસ વાન સાથે જામનગર રોડ, શેઠનગર, માધાપર, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, 80 ફૂટ રોડ વિસ્તારમાં ખોરાકની ગુણવત્તા અને લાઈસન્સ બાબતે અવેરનેસ ડ્રાઈવ શરૂ કરી હતી. ફૂડ વિભાગ દ્વારા ચા- ફ્લેવર્ડ ટી અને ગ્રીન-ટીનાં કુલ 20 નમુના લેવામાં આવ્યા હતા.

વામદે ટી- જુનું માર્કેટિંગ યાર્ડ, અરુણા ટી, બજરંગ ચા- યુનિવર્સિટી રોડ, ઉમિયા ચા- યુનિવર્સિટી રોડ, પંચામૃત ચા, રવી ગોલ્ડન ચા, માર્વેલ ટી, મહેશ ચા- બધા રિલાયન્સ મોલ 150 ફૂટ રીંગરોડ, ચાની ભૂક્કી- ક્રિષ્ના સુપર માર્કેટ પેડક રોડ, ગ્રીન ટી- પીક એન્ડ પેક સરદારનગર રોડ,લીપ્ટન ગ્રીન ટી- ડીમાર્ટ કુવાડવા રોડ, ટ્વીનીંગ ગ્રીન ટી- મેગ્સન મોલ યુનિ. રોડ, ઓર્ગેનિક ઇન્ડિયા ગ્રીન ટી- ચંદન સુપર માર્કેટ અમિન માર્ગ,

Read About Weather here

ગીરનાર બ્રાન્ડ ગ્રીન ટી- રાજ જનરલ સ્ટોર્સ અક્ષર માર્ગ, વાઘબકરી ફ્લેવર્ડ ટી અક્ષર માર્ગ, લગડી બ્રાન્ડ ફ્લેવર્ડ ટી- જુનું માર્કેટિંગ યાર્ડ, ટાટા બ્રાન્ડ ઈલાઈચી ફ્લેવર્ડ ટી- અક્ષર માર્ગ અને સોસાયટી બ્રાન્ડ મસાલા ફ્લેવર્ડ ટી- અમિન માર્ગનાં નમુના લેવામાં આવ્યા હતા અને ચકાસણી માટે લેબ મોકલવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here