રાજકોટમાં માસુમ પારેવડાંનો આકરી ગરમીથી બચવા અનોખો વ્યાયામ

રાજકોટમાં માસુમ પારેવડાંનો આકરી ગરમીથી બચવા અનોખો વ્યાયામ
રાજકોટમાં માસુમ પારેવડાંનો આકરી ગરમીથી બચવા અનોખો વ્યાયામ
ગરમી માત્ર માનવીને લાગતી હોય એવું ન હોય પ્રાણી માત્ર એટલે કે જીવંત કોઈપણ વસ્તુ કાળઝાળ ગરમીની અસરથી અને તેના કપરા અનુભવથી અલગ રહી શકતી નથી. જે રીતે સૂર્યનાં પ્રખર તાપ અને ભયાનક ગરમીથી બચવા માનવી જાતજાતનાં જતન કરતો રહે છે એ રીતે પ્રાણી જગતમાં પણ પક્ષીઓ અને પ્રાણીઓ ગરમીથી બચવા માટે પોતપોતાની યુનિક સ્ટાઈલથી ઉપાયો કરતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં ફરતા અમારા તસ્વીરકારનાં કેમેરાની કીકીમાં એક અલભ્ય દ્રશ્ય ઝીલાયું છે. એ જોઇને તમે આકરી ગરમીમાં પણ વાઉ અને વાહ પોકારી ઉઠશો. રાજકોટનાં રેસકોર્સ અને અન્ય વિસ્તારોમાં ચબૂતરામાં ચણ માટે ઉમટતા માસુમ અને નિર્દોષ પારેવડાં ચબૂતરાની પાસેનાં પાણીનાં નાનકડા કુંડમાં છબછબીયા કરતા દેખાઈ છે

Read About Weather here

અને ગરમીથી બચવા માટે પાણીમાં પડ્યા રહેવાનો આનંદ ઉઠાવીને સૂર્યનાં પ્રખર તાપથી બચવાનો પોતાનો અનોખો પ્રયાસ કરતા દેખાઈ છે. પારેવડાંને આવી ગરમીમાં આકાશની સપાટીએ ઉડવું નથી અને દ્રશ્ય જોતા લાગે છે કે, પાણીનાં કુંડમાં જ તરતા રહેવામાં આ નિર્દોષ પારેવડાંને અદ્દભુત આનંદ અને મોજમજાની અનુભૂતિ થઇ રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here