હીરાસરમાં પ્રદુષિત પાણી ખેતર અને નદીમાં છોડતા પ્લાન્ટ સંચાલક સામે ગુન્હો દાખલ

હીરાસરમાં પ્રદુષિત પાણી ખેતર અને નદીમાં છોડતા પ્લાન્ટ સંચાલક સામે ગુન્હો દાખલ
હીરાસરમાં પ્રદુષિત પાણી ખેતર અને નદીમાં છોડતા પ્લાન્ટ સંચાલક સામે ગુન્હો દાખલ
રાજકોટમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કુવાડવા વિસ્તારમાં ઝેરી કેમિકલ પાણી નદી નાળામાં ઠાલવવા અંગે પોલીસમાં ગુન્હા નોંધાઈ ચુક્યા છે.ત્યારે વધુ એક ફરિયાદ ગઈકાલે એરપોર્ટ પોલીસમાં નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં હીરાસર વિસ્તારમાં આવેલા ખેતર અને નદીમાં એક પ્લાન્ટ દ્વારા પ્રદુષિત પાણી ઠાલવવામાં આવતા એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરવામાં આવી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી રાજેશભાઈ ચૌહાણની ફરિયાદ પરથી હીરાસર ગામમાં પ્લાન્ટ ચલાવતા મહેશ કુમાર તથા તપાસમાં ખુલે તે રહે.રાજુ પટેલનો પ્લાન્ટનું નામ આપતા કલમ 284,277, 278,336,114 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કલમ 7 અને 15(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ જોખમી પ્રદુષિત ઔદ્યોગિક એકમમાંથી એસિડિક પાણી ખુલ્લા ખેતર જમીનમાં તેમજ નદી નાળામાં ઠાલવવામાં આવતું હોય જેથી નદીનું પાણી દૂષિત થતું હતું અને ત્યાંના ગ્રામજનોને તકલીફ પડતી હતી તેમજ ખેતરમાં પાણી છોડવામાં આવતા ત્યાં પાકને નુકશાન થતું હતું. આ સિવાય ઔદ્યોગિક વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.તે દૂષિત પાણી આજુબાજુની ખેતીની જમીનમાં ઉતારવામાં આવતું હતું.

Read About Weather here

આમ આ રીતે અલગ- અલગ પ્રકારની ફરિયાદ આવતી હતી. ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે દર મહિને હવા અને પાણી માટેના સેમ્પલ ઔદ્યોગિક વિસ્તારમાંથી લેવાતા હોય છે.આ અંગે હાલ ખેતર અને નદીમાં એસિડિક પાણી છોડવા બદલ પ્લાન્ટ સંચાલક સામે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા હેડકોન્સ્ટેબલ એચ.એસ.તળાવિયા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here