અક્ષય તૃતિયા પર સોની બજારમાં રોનક, અવનવી જ્વેલરીનો ચળકાટ

અક્ષય તૃતિયા પર સોની બજારમાં રોનક, અવનવી જ્વેલરીનો ચળકાટ
અક્ષય તૃતિયા પર સોની બજારમાં રોનક, અવનવી જ્વેલરીનો ચળકાટ
અક્ષય તૃતિયાનાં શુકનયાળા અવસર માટે રાજકોટની સોની બજાર ઝગમગી ઉઠી છે અને અવનવી ડિઝાઈનના વિવિધ આભુષણની વિશાળ રેન્જ તૈયાર કરવામાં આવી હોવાની આ વખતે બજારમાં જોરદાર ખરીદીનો ધમધમાટ થવાની વેપારીઓમાં આશા જાગી છે. છેલ્લા કેટલાક સમયથી સોનાનાં દાગીનાનાં ભાવ પણ ઘટ્યા છે એટલે વેપાર વધવાની આશા છે. ઉપરાંત અક્ષય તૃતિય સ્વયં સિધ્ધ મુહૂર્ત મનાઈ છે આથી ખરીદી માટે શુકવવંતો દિવસ મનાઈ છે તેવો શાસ્ત્રોમાં કથન છે.

Visit Saurashtra Kranti Homepage here

ઝવેરી બજારમાં આ વખતે વેપારીઓએ મનમોહક ડિઝાઈનની એન્ટીક જ્વેલરી, ટ્રેડીશનલ અને જડતર જ્વેલરી અને ફેન્સી આભુષણ સાથે ડાયમંડ જ્વેલરી પણ શો-રૂમમાં મૂકી છે.

ગીફ્ટ આર્ટીકલ સાથે લગ્નપ્રસંગ માટે બ્રાઈડલ જ્વેલરીની પણ વિશાળ શ્રેણી ઉપલબ્ધ રહેશે.સોની બજારમાં ભારે અને હળવા વજનનાં આભુષણની માંગ દેખાઈ છે. હળવા વજનની બુટ્ટી, બાલી, વીંટી, પેન્ડલ, રંગબેરંગી મીનાકારી, નંગ ડાયમંડની કાનની લટકણ બાલી સહિતની વેરાયટીઓ છે. આ વખતે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.નાં સભ્ય જવેલરોએ સોનનાં આભૂષણોની ખરીદીમાં 10 ગ્રામે મજુરીમાં રૂ.1250નું વિશેષ વળતર અને ડાયમંડ જ્વેલરીનાં મેકિંગ ચાર્જમાં 50 ટકા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.

Read About Weather here

ચેરમેન પ્રભુદાસ પારેખ જણાવે છે કે એસોનાં સભ્ય જવેરીઓ દ્વારા વિશેષ વળતરની આકર્ષક ઓફર અને ભાવો ઘટ્યા હોવાથી સોના અને ડાયમંડની જ્વેલરીની ઘરાકી વધશે. એશિયાનાં ગોલ્ડહબ રાજકોટમાં સોની બજારનાં કુશળ કારીગરો દ્વારા તૈયાર થતા દાગીનાંની દેશ- વિદેશમાં ખૂબ માંગ રહે છે. આવા વખતે ધૂમ ખરીદીની ધારણા છે. એટલે સોની બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગ્નસરાહની સીઝનનું વેડિંગ કલેક્શન પણ ખરીદદારોમાં અને ખાસ કરીને બહેનોમાં જબરું આકર્ષણ જણાવશે જેવી વેપારીઓને આશા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here