ટૂંક સમયમાં એક રાજકીય પક્ષનાં યુવા નેતા ભાજપમાં જોડાશે? ચારેતરફ ચર્ચા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમજેમ નજીક આવી રહી છે તેમ- તેમ રાજકોટ અને સૌરાષ્ટ્રની રાજકીય આલમમાં અવનવી સૂચક અને દુરગામી અસરો ધરાવતી રાજકીય ઘટનાઓ આકાર લઇ રહી છે. ટૂંક સમયમાં આવી જ એક રાજકીય ઘટના બનવા જઈ રહી છે. માહિતગાર વર્તુળોનાં જણાવ્યા મુજબ એક રાજકીય પક્ષનાં વગદાર અને લોકપ્રિય યુવા નેતા ટૂંક સમયમાં ધામધૂમ સાથે ભાજપમાં જોડાઈ રહ્યાની રાજકીય આલમમાં ચર્ચા ચાલી રહી છે. યુવા નેતાને આવકારવા માટે એક મહાસંમેલન પણ યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે. યુવા નેતાની સાથે મોટી સંખ્યામાં એમના ટેકેદાર કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ તેવી પૂરી શક્યતા છે. સંમેલનમાં ટેકેદારોની જંગી હાજરી ઉમટી પડે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણકાર રાજકીય સુત્રો તરફથી વિશ્ર્વસનીય રીતે એવી માહિતી મળી છે કે, યુવા નેતા પક્ષનાં શહેર એકમમાં વ્યાપેલા જુથવાદને કારણે હતાશ થયા છે. જુથવાદથી પક્ષવાદને નુકશાન થયાનું વાત એમણે પ્રદેશનાં નેતાને પણ પહોંચાડી હતી. ઉપરાંત કાર્યકર્તાઓમાં સર્જાયેલી ઘેરી નારાજગી અંગે પણ પ્રદેશ કક્ષાનાં મોવડીઓને જાણ કરી હતી. જાણવા મળ્યા મુજબ યુવા નેતાની રજૂઆતો તરફ પ્રદેશ નેતાગીરીએ કોઈ ધ્યાન આપ્યું નથી અને સુધારા કર્યા નથી આથી યુવાનેતાને મનમાં સખત નારાજગી પેદા થઇ છે અને કેસરીયા કરી લેવાનું મન બનાવી લીધું છે એવું કહેવાય છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, રાજકોટનાં આ યુવા નેતા કોઈ ધામધૂમથી અને વાજતે- ગાજતે ટેકેદારોની સાથે ભાજપમાં જોડાઈ કેસરિયો ખેસ ધારણ કરે એ માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.

Read About Weather here

યુવા નેતાનાં અંતરંગ સુત્રોએ જણાવ્યા મુજબ એક મહાસંમેલન યોજીને ભાજપમાં જોડાવાનું નક્કી કરાયું છે. સંમેલન ક્યાં મળશે, કઈ તારીખે, કેટલા વાગ્યે મળશે એ અંગેનો આખો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર થશે. એ માટે તૈયારીઓ ચાલી રહી છે. મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એવી શક્યતા છે. અન્ય નારાજ કાર્યકરો પણ મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાશે તેવું જાણવા મળ્યું છે. યુવા નેતા સાથે સંકળાયેલા એક કાર્યકરે એવો દાવો કર્યો છે કે, મહાસંમેલનમાં 10 હજારથી વધુ ઉમટી પડવાની સંભાવના છે. ભાજપનાં પ્રદેશ કક્ષાનાં નેતાઓની હાજરીમાં યુવા નેતાને ભાજપમાં આવકાર આપવામાં આવે તેવું જોરદાર આયોજન વિચારવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, યુવા નેતાનાં ભાજપમાં પ્રવેશને લઈને પ્રદેશ કક્ષાએથી પણ લીલીઝંડી મળી ગઈ હોવાનું કહેવાય છે. એટલે ટૂંક સમયમાં ધૂમધડાકા સાથે તમામ કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. ભાજપમાં પણ ઉત્સાહનું મોજું જોવા મળી રહ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here