શું હવે રાજકોટ મચ્છરોનાં ત્રાસથી મુક્ત થશે? ગાંડીવેલની સાફસફાઈ કરવાની કામગીરી અંતે શરૂ, લોકોને હાશકારો

શું હવે રાજકોટ મચ્છરોનાં ત્રાસથી મુક્ત થશે? ગાંડીવેલની સાફસફાઈ કરવાની કામગીરી અંતે શરૂ, લોકોને હાશકારો
શું હવે રાજકોટ મચ્છરોનાં ત્રાસથી મુક્ત થશે? ગાંડીવેલની સાફસફાઈ કરવાની કામગીરી અંતે શરૂ, લોકોને હાશકારો
આજીડેમ વિસ્તારમાં અને કાંઠે- કાંઠે ગાંડીવેલનું સામ્રાજ્ય પ્રસરી વળ્યું હોવાથી આ આખો વિસ્તાર મચ્છરો અને જીવજંતુઓનું ઉત્પતિ કેન્દ્ર બની ગયો હતો. અહીંથી મચ્છરોનાં ધાડેધાડા રાજકોટ મહાનગર પર ઉમટી પડી શહેરીજનોની નિંદર હરામ કરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ સમસ્યાથી રાજકોટવાસીઓ લાંબા સમયથી પીડાઈ રહ્યા હોવાથી ગાંડીવેલ દૂર કરવા અને સાફસફાઈ કરવા માટે શહેરનાં દરેક વર્ગમાંથી રજૂઆતો થતી રહેતી હતી. પરંતુ મનપાનું તંત્ર કોઈ સળવળાટ કરતુ ન હતું. અંતે વહીવટીતંત્રનાં કાન સુધી લોકોનો અવાજ પહોંચ્યો હોય તેમ આજીનદીનાં પટ અને કાંઠાળ વિસ્તારોમાંથી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવા આજથી મનપાની ટીમો મેદાનમાં ઉતરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

મનપા દ્વારા મોકલાયેલી ટીમો ગાંડીવેલ દૂર કરવાની કામગીરી કરી રહી છે. એ જોતા હવે રાજકોટવાસીઓનો મચ્છરો અને જંતુઓનાં ત્રાસમાંથી છુટકારો થવાની આશા જાગી છે. લોકોને આશા છે કે, ઝડપથી આખા વિસ્તારમાંથી ગાંડીવેલ દૂર કરવામાં આવે અને રાજકોટીયનને મચ્છરોનાં રોગજન્ય ત્રાસમાંથી મુક્તિ આપવામાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here