જયાં એક મહિલાએ ઘરની સાથે તેના Ex-પતિને વેચવાની ઓફર કરી છે. અમેરિકાનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.મહિલાનું કહેવું છે કે, જે કોઈ પણ તેનું ઘર ખરીદવા માંગે છે તો તેને ઘરની જોડે તેના Ex-પતિને પણ ખરીદવો પડશે. તે તેના નવા માલિક માટે ઘરની સાફસફાઈ કરશે અને ખાવાનું પણ બનાવી આપશે.ડેલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, અમેરિકાની રહેવાસી ક્રિસ્ટલ બોલ નામની એક મહિલાએ તેના ઘર વેચવાની ઓફર કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
મહિલાએ ઘરની સાથે તેના Ex-પતિ રિચર્ડને પણ વેચવાનો નિર્ણય કર્યો છે. ક્રિસ્ટલે ઘર સાથે તેના Ex-પતિને વેચવા માટે જાહેરાત પણ આપી છે.ક્રિસ્ટલે કહ્યું કે તે અને તેના Ex-પતિ રિચર્ડે ૭ વર્ષ પહેલા છૂટાછેલા લીધા હતા, પરંતુ હજુ પણ કેટલીક એવી પ્રોપર્ટી છે જેમાં તે બંને બરાબરના ભાગીદાર છે. આ કારણથી તેમણે ઘર વેચવાના પેકેજમાં તેના Ex-પતિ રિચર્ડને પણ સામેલ કર્યો છે. તે ઇચ્છે છે કે ઘર વેચાયા બાદ પણ રિચર્ડ પાસે રહેવા માટે એક જગ્યા રહે.તમને જણાવી દઈએ કે ક્રિસ્ટલ અને રિચર્ડ બિઝનેસ પાર્ટનર પણ છે. તેમને એક પુત્ર છે.
Read About Weather here
ક્રિસ્ટલે જણાવ્યું કે તેણે ઘર વેચવાની ડીલને આકર્ષક બનાવવા માટે પણ આ ઓફર કરી છે. જો કે, ઘર વેચાવનાર કેટલાક બ્રોકર ઘર સાથે Ex-પતિને વેચવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ કરવું કાયદા વિરૂદ્ધ છે.મહિલાએ વધુમાં કહ્યું કે, વેબસાઈટ પરથી તેમના ઘર વેચવાની જાહેરાત પણ હટાવી લેવામાં આવી છે. પરંતુ મહિલાનું માનવું છે કે, તેનું ઘર ઘણું સારું છે, કોઇને કોઇ તેના ઘરને જરૂરથી ખરીદશે અને સાથે તેના Ex-પતિને પણ પોતાની સાથે લઇ જશે.કેમ કે, કેટલાક લોકો પેકેજમાં Ex-પતિને સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here