ગ્વાલિયરમાં પ્રેમિકાએ આત્મદાહ કર્યો…!

ગ્વાલિયરમાં પ્રેમિકાએ આત્મદાહ કર્યો...!
ગ્વાલિયરમાં પ્રેમિકાએ આત્મદાહ કર્યો...!
મળતી માહિતી મુજબ યુવતી 90% જેટલી દાજી ગઈ છે. ઘટના શુક્રવાર બપોરની સીપી કોલોની SLP કોલેજ સામેની છે.પિન્ટો પાર્ક નજીક સૈનિક કોલોનીમાં રહેતા સત્યેન્દ્ર સિંહ ચોહાણ સરકારી ટીચર છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રૂંવાડાં ઊભાં કરી દેતો સુસાઈડનો એક કેસ સામે આવ્યો છે. અહીં બોયફ્રેન્ડથી નારાજ ગર્લફ્રેન્ડે પોતાના પર પેટ્રોલ નાખીને આત્મદાહનો પ્રયાસ કર્યો. 44 ડીગ્રી ટેમ્પરેચરમાં શરીરમાં આગ લાગતાં યુવતી રસ્તા પર દોડી અને પડી ગઈ. ઘણીવાર સુધી તે સળગતી રહી. આજુબાજુના લોકોએ તેના પર પાણી નાખ્યું અને આગ ઠારીને તેને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.  

Visit Saurashtra Kranti Homepage here

તેમની દીકરી સૃષ્ટિ ચૌહાણ (21) મુરાર સ્થિત વિજયરાજે સિંધિયા ગર્લ્સ કોલેજમાં BScના થર્ડ યરમાં ભણે છે. જાણકારી મુજબ તેની SLP કોલેજમાં ભણતા આશીષ પાઠક સાથે મિત્રતા હતી. બંને ઘણાં સયમથી એકબીજા સાથે સમય પસાર કરતા હતા. બંનેએ લગ્ન કરવાનો અને જીવનભર સાથે રહેવાના વચન આપ્યા હતા.શુક્રવારે બપોરે તે બે લીટરની બોટલમાં પેટ્રોલ લઈને પ્રેમીના ઘરે પહોંચી. સૃષ્ટિએ આશીષને બહાર બોલાવ્યો, પરંતુ તે ન આવ્યો. જે બાદ તે ગુસ્સે થઈ ગઈ. ઘરથી લગભગ 200 મીટર દૂર SLP કોલેજમાં અંદર ગઈ. જ્યાં પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી.

આગ લાગતા જ તે કોલેજના બે નંબરના ગેટની બહાર રસ્તા તરફ દોડી અને ત્યાં પડી ગઈ. આગની જ્વાળા વચ્ચે ઘેરાયેલી યુવતીને જોતાં જ આજુબાજુના લોકોએ તેના પર પાણી નાખ્યું. સાથે જ હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસને પણ જાણ કરી.વિદ્યાર્થિનીના પિતા સત્યેન્દ્રએ કહ્યું કે દીકરીએ 10 દિવસ પહેલા આશીષ અંગે જણાવ્યું હતું. સાથે જ લગ્ન કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. એક દિવસ પહેલા હું આશીષના ઘરે પહોંચ્યો તો ખ્યાલ પડ્યો કે તેની ત્રણ દિવસ પહેલા જ સગાઈ થઈ છે. તેના પરિવારના લોકોએ એમ પણ જણાવ્યું કે આ સગાઈ યુવકની મરજીથી જ થઈ છે.

Read About Weather here

આ વાત સત્યેન્દ્રએ પોતાની દીકરીને જણાવી. જેને લઈને તે ઘણી જ ગુસ્સે થઈ ગઈ. ત્રણ દિવસ પહેલા યુવકે દીકરીને મળવા પણ બોલાવી હતી. ત્યારે બંને વચ્ચે ઉગ્ર દલીલ પણ થઈ હતી. લોકોએ આગ ઠારવાનો પ્રયાસ કરે છે. SP રાજેશ દંડૌતિયાનું કહેવું છે કે એક વિદ્યાર્થિનીએ પોતાના પર પેટ્રોલ નાખીને આગ લગાવી છે. વિદ્યાર્થિની સ્થિતિ ગંભીર છે. યુવતી તેના પ્રેમીની સગાઈના કારણે નારાજ હતી. બપોરે પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો ત્યારે આ ઘટનાની જાણ થઈ.ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થિની હાથમાં પેટ્રોલની બોટલ લઈને જતાં દેખાય છે. જે બાદ કોલેજની સામે પણ આગની જ્વાળા વચ્ચે ઘેરાયેલી યુવતી જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here