ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ…!

ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ…!
ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ…!
પરિણામે 16 રાજ્યોમાં 10 કલાક સુધી પાવર કાપ મુકાયો છે. કાળઝાળ ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે.સરકારી રેકોર્ડ મુજબ, દેશભરમાં 10 હજાર મેગાવોટ એટલે કે 15 કરોડ યુનિટનો કાપ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવમાં વીજળીની અછત ઘણી વધારે છે. આ દરમિયાન રેલવે મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રેલવેએ પાવર પ્લાન્ટ્સને કોલસાના ઝડપી સપ્લાય માટે 24 મે સુધી ઘણી પેસેન્જર ટ્રેનોને રદ્દ કરી દીધી છે. જેથી કોલસા વહન કરતી માલગાડીઓ નિર્ધારિત સ્ટેશનો પર સમયસર પહોંચી શકે.ભારતીય રેલવેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ કૃષ્ણ બંસલના જણાવ્યા અનુસાર, પેસેન્જર ટ્રેનો રદ કરવાનો નિર્ણય હંગામી છે. સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ સેવાઓ ફરી શરૂ થઈ જશે. આ નિર્ણય બાદ રેલ્વે તેના કાફલામાં વધુ એક લાખ કોચને ઉમેરવા જઈ રહી છે. આ ઉપરાંત રેલવે માલસામાનની ઝડપી અવરજવર માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પણ બનાવી રહ્યુ છે.હંગામી રીતે રદ કરાયેલી ટ્રેનોમાં લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ 500 ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સાથે રેલવે દ્વારા કોલસાના રેકનું એવરેજ દૈનિક લોડિંગ પણ 400થી વધારે કરાયું છે.

Power outage in Kerala tonight; electricity to be disrupted for 15 minutes  - KERALA - GENERAL | Kerala Kaumudi Online

આ આંકડો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. કોલસાની વર્તમાન માંગને પહોંચી વળવા રેલવે દરરોજ 415 કોલસાના રેકનું પરિવહન કરી રહી છે. જેથી કોલસાની વર્તમાન માંગને પુરી કરી શકાય. આ કોલસાના દરેક રેકમાં 3500 ટન કોલસો હોય છે.જ્યારે, પાવર કટની અસર હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ દેખાવા લાગી છે. કોલસાની અછતના ભારે સંકટ વચ્ચે દિલ્હી સરકારે મેટ્રો અને હોસ્પિટલ સહિત અનેક આવશ્યક સંસ્થાઓને 24 કલાક વીજળી પૂરી પાડવાની અસમર્થતા વ્યક્ત કરી છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. સાથે જ કેન્દ્રને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સને પૂરતા કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

જૈને કહ્યું કે દાદરી-2 અને ઉંચાહર પાવર સ્ટેશનનો વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. હાલમાં દિલ્હીમાં 25-30% વીજળીની માંગ આ પાવર સ્ટેશનોમાંથી પૂર્ણ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સ્ટેશનોમાં કોલસાની અછત છે. આ કિસ્સામાં, સમસ્યા કોઈપણ સમયે ઘેરી બની શકે છે.બીજી તરફ એકલા યુપીમાં 3 હજાર મેગાવોટથી વધુની અછત છે. 23 હજાર મેગાવોટ વીજળીની માંગ છે, જ્યારે પુરવઠો 20 હજાર મેગાવોટ છે. પાવર કાપનું મુખ્ય કારણ દેશના ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ છે. આમાંથી 50% પ્લાન્ટ કોલસાની અછતને કારણે બંધ છે.પાવર સેક્ટરના નિષ્ણાત શૈલેન્દ્ર દુબેએ ભાસ્કરને જણાવ્યું હતું કે દેશમાં વર્તમાન વીજ ઉત્પાદન ક્ષમતા 3.99 લાખ મેગાવોટ છે. આમાં 1.10 લાખ મેગાવોટ રિન્યુએબલ ઊર્જા (સૌર-પવન)નો ભાગ છે.

બાકીના 2.89 લાખ મેગાવોટમાંથી 72,074 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ બંધ છે. તેમાંથી 38,826 મેગાવોટ ક્ષમતાના પ્લાન્ટમાં ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ ઇંધણ મળતું નથી. 9,745 મેગાવોટના પ્લાન્ટ્સનું શિડ્યુલ્ડ શટડાઉન છે. 23,503 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ અન્ય કારણોસર બંધ પડ્યા છે.ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના 18 પીટહેટ પ્લાન્ટ્સ એટલે કે કોલસાની ખાણોના સ્થળ પર આવેલા એવા પાવર સ્ટેશનોમાં નિર્ધારિત ધોરણનો 78% કોલસો છે. જ્યારે દૂરનાં 147 પાવર સ્ટેશનો (નોન-પીટહેટ પ્લાન્ટ)માં ક્ષમતાનાં સરેરાશ 25% કોલસો ઉપલબ્ધ છે. જો આ પાવર સ્ટેશનો પાસે કોલસાનો સ્ટોક સેટ સ્ટાન્ડર્ડ મુજબ 100% હોય, તો પીટહેટ પ્લાન્ટ 17 દિવસ અને નોન-પીટહેટ પ્લાન્ટ 26 દિવસ સુધી ચાલી શકે છે.

દેશના કુલ 173 પાવર પ્લાન્ટ્સમાંથી 106 પ્લાન્ટ્સમાં શૂન્યથી લઈને 25% વચ્ચેનો કોલસો છે. વાસ્તવમાં કોલસા પ્લાન્ટ પાવર ઉત્પાદનને કોલસાના સ્ટોક અનુસાર શેડ્યૂલ કરાય છે. જ્યારે સ્ટોક પુરો થઈ જાય છે, ત્યારે ઉત્પાદન પણ પૂર્ણ થઈ જાય છે.રેલવેએ કહ્યું છે કે એક સપ્તાહમાં કોલસાના સપ્લાયમાં 10 ટકાનો વધારો થયો છે. માલગાડી દ્વારા ખાણથી પ્લાન્ટ સુધીનો સમય 12% થી 36% ઘટ્યો છે.કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશભરના થર્મલ પ્લાન્ટ્સમાં 2.20 કરોડ ટન કોલસો છે, જે 10 દિવસ માટે પૂરતો છે.

Read About Weather here

એવામાં, તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે મળીને ઉત્પાદન કરવું જોઈએ. CCLના મેનેજિંગ ડિરેક્ટર પીએમ પ્રસાદે જણાવ્યું હતું કે પ્લાન્ટને દરરોજ 2.2 લાખ ટન કોલસો આપવામાં આવશે.પંજાબમાં વીજળીનું સંકટ વધી ગયું છે. લગભગ 46 ડિગ્રી તાપમાન હોવા છતાં 12 કલાક સુધી કાપ જોવા મળી રહ્યો છે. શહેરોમાં 4 થી 5 કલાક, ગામડાઓમાં 10 થી 12 કલાક પાવર કાપ સહન કરવો પડી રહ્યો છે. હવે AAP સરકારના ઉર્જા મંત્રી હરભજન સિંહે આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અગાઉની ચન્ની સરકારે આ સિઝન માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી. આવી સ્થિતિમાં 24 કલાક વીજળી માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.છેલ્લા વર્ષ દરમિયાન વીજળીની માંગ 40% વધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here