અફઘાનિસ્તાન ફરી વિસ્ફોટથી હચમચી ઊઠ્યું

અફઘાનિસ્તાન ફરી વિસ્ફોટથી હચમચી ઊઠ્યું
અફઘાનિસ્તાન ફરી વિસ્ફોટથી હચમચી ઊઠ્યું
ટોલો ન્યૂઝ અનુસાર, આતંકવાદીઓએ વિસ્ફોટ કરતાં એક મિની બસને નિશાન બનાવી હતી. અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફ વિસ્તારમાં ગુરુવારે સાંજે થયેલા બે વિસ્ફોટમાં 9 લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.પોલીસ-પ્રવક્તા મોહમ્મદ આસિફ વઝીરીએ જણાવ્યું હતું કે હુમલાખોરનું નિશાન શિયા સમુદાયના લોકો હતા.

Visit Saurashtra Kranti Homepage here

હજી સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. આતંકવાદીઓ લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.અફઘાનિસ્તાનમાં વેપાર માટે મઝાર-એ-શરીફ એક મહત્ત્વપૂર્ણ શહેર માનવામાં આવે છે. એ બાખ પ્રાંતની રાજધાની છે. શિયા પ્રભુત્વ ધરાવતો આ વિસ્તાર હંમેશાં આતંકવાદીઓનો નિશાના પર રહ્યો છે.એક અઠવાડિયા પહેલાં મઝાર-એ-શરીફ શહેરમાં શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો થયો હતો, જેમાં 20 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, 66 લોકો ઘાયલ થયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાને અફઘાનિસ્તાનના ઘણા ભાગો પરનો કબજો ગુમાવ્યો છે.

Read About Weather here

આમાં બાચ પ્રાંતનો પણ સમાવેશ થાય છે. અહીં ઇસ્લામિક સ્ટેટ કબજો કરી રહ્યું છે.આ સિવાય ચાર દિવસ પહેલાં કુન્દુઝ પ્રાંતના ઈમામ સાહિબ જિલ્લામાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 33 લોકો માર્યા ગયા હતા અને 43 લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. મોટા ભાગે આતંકવાદીઓનું નિશાન શિયા બહુમતી ધરાવતા વિસ્તારોમાં રહે છે. બીજી તરફ દેશમાં આર્થિક સંકટ પણ સતત ઘેરું બની રહ્યું છે. બ્લાસ્ટ સમયે મોટા ભાગના લોકો નમાજ પઢવા માટે મસ્જિદમાં એકઠા થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ હુમલાની નિંદા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here