રાજકોટ વાસીઓનાં હોંઠ તરસ્યા પણ આંખમાં પાણી, સતત બીજા દિવસે પાણીકાપ

રાજકોટ વાસીઓનાં હોંઠ તરસ્યા પણ આંખમાં પાણી, સતત બીજા દિવસે પાણીકાપ
રાજકોટ વાસીઓનાં હોંઠ તરસ્યા પણ આંખમાં પાણી, સતત બીજા દિવસે પાણીકાપ
છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ખૂબ સારો વરસાદ થઇ રહ્યો છે. જળાશયો, નદી- તળાવો અને કુવા ઓવરફલો થતા રહ્યા છે. છતાં ઉનાળો આવતા જ પ્રારંભમાં જ શહેરીજનો અને ગ્રામ્યજનોને જળસંકટનો સામનો કરવો પડે છે. આ એક સમસ્યા એવી છે જે શહેરીજનો માટે કોયડારૂપ બની ગઈ છે. હજુ તો ઉનાળો ભરજોબનમાં આવ્યો નથી ત્યાં શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે અને રાજકોટ મનપા વોટરવર્કસ શાખાએ એક દિવસ નહીં પુરા ત્રણ દિવસ માટે વોર્ડવાઈઝ પાણીકાપ ઝીંકી દીધો છે. જેના કારણે હજારો પરિવારો હેરાન- પરેશાન થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

તા.27મી થી ત્રણ દિવસ સુધી રાજકોટ શહેરનાં નાગરિકોએ પાણીકાપ નઉત્સવથ નો સામનો કરવાનો રહેશે. ગઈકાલે તા.27 નાં રોજ બજરંગવાડી હેડવર્કસ ઝોન હેઠળનાં વોર્ડ નં. 2 અને 3 નાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. આજે તા.28 ને ગુરૂવારનાં રોજ પણ કુલ 8 વોર્ડનાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. તેવું મનપાની યાદીમાં જાહેર કરાયું છે. રૈયાધાર આધારિત ગાંધીગ્રામ અને 150 ફૂટ રીંગરોડનાં હેડવર્કસ હેઠળનાં વોર્ડ નં. 1, 2 (પાર્ટ), વોર્ડ નં. 9 (પાર્ટ) અને વોર્ડ નં. 10 તેમજ રેલનગર હેડવર્કસ હેઠળનાં વોર્ડ નં. 3 (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળનાં વોર્ડ નં. 8 (પાર્ટ), વોર્ડ નં. 11 (પાર્ટ) અને વોર્ડ નં. 13 (પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે. એવું મનપાએ જાહેર કર્યું છે.

Read About Weather here

એ મુજબ આવતીકાલ તા.29 ને શુક્રવારનાં રોજ બજરંગવાડી વોર્ડ નં. 2 અને 3 (પાર્ટ), વોર્ડ નં. 8 (પાર્ટ), વોર્ડ નં. 11, 12 અને 13 (પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે. આ રીતે ભરઉનાળે રાજકોટની જનતાએ ત્રિ-દિવસીય પાણીકાપનો સામનો કરવાનો આવ્યો છે. પરિણામે ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here