બાપ રે, આટલી બધી ગરમી…!

યુરોપમાં 1500 લોકોના મોત
યુરોપમાં 1500 લોકોના મોત
કાળઝાળ ગરમી અને હિટવેવથી લોકો ત્રસ્ત છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવન શરૂ થતાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે.હજુ મે, જૂન તથા જૂલાઈનો આકરો તાપ હજુ બાકી છે, ત્યારે એપ્રિલમાં જ ઉનાળો અસહનીય બની રહ્યો છે. આજે બુધવારે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી દિવસોમાં પણ હજુ લોકોને ગરમીથી રાહત મળશે નહીં. વેધર.કોમ મુજબ આગામી રવિવાર સુધી લઘુત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 27-28 ડિગ્રી વચ્ચે રહી શકે છે.રાજ્યના અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 42 ડિગી, વડોદરામાં 42 ડિગ્રી અને સુરતમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હીટવેવનું જોર વધશે.

ફાઈલ તસવીર

મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 અને લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતું.અમદાવાદમાં વર્ષ 2016માં ગરમીએ 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 16 મે 2016ના રોજ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્યથી 6 ડિગ્રી વધારે હતું. આ પહેલા 1916ના વર્ષમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરિણામે એક સદી જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો.

ફાઈલ તસવીર

Read About Weather here

એપ્રિલ મહિનામાં ગરમીની વાત કરીએ તો 27માંથી 26 દિવસ 41 ડિગ્રીથી વધુ તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાયું છે, જેમાં 2 વખત તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. આ વર્ષે 27 માર્ચથી 27 એપ્રિલ સુધીમાં એકપણ દિવસ તાપમાન 40 ડિગ્રીથી ઓછું રહ્યું નથી.આ ઉપરાંત એપ્રિલનું સરેરાશ તાપમાન પણ 42 ડિગ્રી આસપાસ રહ્યું છે. આ પહેલા 8મી એપ્રિલના રોજ શહેરમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here