શિક્ષણ અને સ્વાસ્થ સહિતની જવાબદારી: સ્તુત્ય પગલું

શિક્ષણ અને સ્વાસ્થ સહિતની જવાબદારી: સ્તુત્ય પગલું
શિક્ષણ અને સ્વાસ્થ સહિતની જવાબદારી: સ્તુત્ય પગલું
રાજકોટના વી. એમ તંતી ફાઉન્ડેશન અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સામાજીક ઉત્તરદાયિત્વના (સીએસઆ) ભાગરૂપે જય ઇન્ટરનેશનલ સ્કૂલની આજુબાજુના સાત ગામોને શિક્ષણ, સ્વચ્છતા સહિતના વિકાસ-ઉત્કર્ષ માટે દતક લેવા જઇ રહી છે. આ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ કાલે તા.28ને ગુરૂવારે રોજ જય ઇન્ટરનેશનલ સ્કૂલના વાણિજય પ્રવાહના વિધાર્થીઓ દ્વારા યોજાનાર જય ટ્રેડ ફેર અંતર્ગત યોજાશે. આ સમારંભમાં જે સાત ગામોને દતક લેવાના છે, તેમના સરપંચો, વડિલો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહી આ યોજનાને વધાવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સટીટયુશન્સના ચેરમેન ડી.વી. મહેતા એ જણાવ્યું હતું કે અમારી સંસ્થા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) એટલે કે સામાજીક જવાબદારીના ભાગરૂપે અમારી શાળાની આસપાસ વસેલા ગામો જેવા કે દેવગામ, દેવડા, નિકાવા, નગર પિપળીયા, છાપરા, આનંદપુર અને મેટોડાની આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ, વડિલો અને તમામ ગ્રામજનોના ઉત્કર્ષ અને વિકાસ માટે તમામ પ્રયત્નો કરીશું . તેમના માટે અલગ-અલગ પ્રોગ્રામ તેમજ સ્વચ્છતા, સ્ત્રીઓની આરોગ્યસુરક્ષા અને વ્યસનમુકિત જેવા જાગૃકતા કાર્યક્રમોના આયોજન કરીશું. અમારી શાળામાં જે શહેરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમને જે સુવિધાઓ મળે છે તે તમામ અને આ ગામોના વિધાર્થીઓને પણ મળે તે માટે ફીમાં ખાસ સ્કોલરશીપ આપીશું. આમ તેમના સામાજીક અને શૈક્ષણિક વિકાસની જવાબદારી અમે નિભાવવા પ્રયત્નશીલ સ્કીશું.

જય ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાલે તા.28ને ગુરૂવારે અને તા.29ના રોજ વાણિજ્ય પ્રવાહના વિધાર્થીઓ દ્વારા બે દિવસીય જય ટ્રેડ ફેર-2022નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ( સી.બી.એસ.ઇ) ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા તમામ વ્યવસ્થાથી લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડ ફેરની વિશેષતા એ છે કે આ તમામ આયોજન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જય ઇન્ટરનેશનલ આ સ્કૂલના ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે જય ટ્રેડ ફેર તા.28 અને 29 એપ્રિલના રોજ સવારે 9-30 થી 1 અને સાંજે 5 થી 8:30 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.

Read About Weather here

જય ગ્રામ ઉત્કર્ષ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ તા. 28ને ગુરૂવારના રોજ સાંજે 6કલાકે આયોજીત કરવામાં આવ્યો છે, જેમાં ભરતભાઇ તંતી, ડો. એસ. બી. જાડેજા, ડો એન બી. કપોપરા, ડો. અરવિંદભાઇ ભટ્ટ, નિલેશભાઇ અંક્લેશ્ર્વરીયા, વિક્રમભાઇ જૈન, ગાર્ડી વિદ્યાપીઠના એમ. ડી. જય મહેતા, કાલાવાડ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ રાજેશ કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સર્વે ગ્રામજનો અને વિધાર્થીઓનો ઉત્સાહ વધારશે.જીનિયસ ગ્રુપના ચેરમેન ડી. વી. મહેતા, સી.ઈ.ઓ ડિમ્પલબેન મહેતા, જય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ મનમોહન તુલી, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ હેડ હરપાલસિંહ ચુડાસમા અને એડ્મનિસ્ટ્રેટિવ હેડ શ્રી મનિષા રુધાણી દ્વારા રાજકોટની તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો તેમજ શહેરના નગરજનોને આમંત્રિત કરવામાં આવે છે .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here