કોરોનાનો ખતરો સંપૂર્ણ ટળ્યો નથી, બાળકોનું વેક્સિનેશન જરૂરી: મોદી

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

કેસો વધી રહ્યા હોવાથી વાલીઓમાં ચિંતા, શિક્ષકો અને વાલીઓ બંને વધુ પ્રમાણમાં બાળકોનું રસીકરણ પર ધ્યાન આપે: વડાપ્રધાનની સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાળકોનાં રસીકરણ પર ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે, કોરોનાનો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. કેટલાક રાજ્યોમાં કેસો વધી રહ્યા છે એટલે ઇન્ફેકશનને શરૂઆતમાં જ રોકવું એ આપણી પ્રાથમિકતા છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને જણાવ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીમાં આપણે ત્યાં ઓછા કેસો નોંધાઈ રહ્યા છે પણ વાલીઓ અને શિક્ષકોએ જાગૃત બનીને બાળકોનાં વેક્સિનેશનનાં કામને અગ્રતા આપવી જોઈએ. દેશમાં ખૂબ જ ઝડપથી તમામ બાળકોનાં રસીકરણનું લક્ષ્યાંક પૂરું કરવામાં આવશે. વડાપ્રધાને વયસ્કોને પણ પ્રિકોશન ડોઝ લઇ લેવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈ લડતા રહેવાની છે. મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબુત બનવવાનું છે.

Read About Weather here

પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારા અંગે વડાપ્રધાને એવું જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઈઝ ઘટાડી હતી છતાં કેટલાક રાજ્યોએ વેરા ઓછા કર્યા નથી અને લોકો સુધી લાભ પહોંચાડ્યો નથી. દેશમાં ગરમીને કારણે આગ લાગવાની ઘટના વધી રહી હોવાનું જણાવતા તેમણે હોસ્પિટલની સુરક્ષા પર ભાર મુક્યો હતો. હોસ્પિટલોનું સેફટી ઓડીટ કરાવવા તેમણે રાજ્યોને અપીલ કરી હતી. આગથી જાનમાલની હાની ન થાય એ માટે રાજ્યોએ ટીમ તૈનાત રાખવી જોઈએ. એવી તેમણે સલાહ આપી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here