હું કોંગ્રેસ છોડી રહ્યો નથી: હાર્દિક પટેલની સ્પષ્ટતા

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું
હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસની નેતાગીરી સામે ટીકાત્મક વિધાનો કરતા રહેલા કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી રહ્યાની અફવાને નકારી કાઢી હતી. અલબત ભાજપ સરકારનાં કેટલાક નિર્ણયોની ફરી પ્રશંસા કરી હતી. જેના કારણે ભારે રાજકીય ચર્ચા ચાલુ રહી છે.દિલ્હી મીડિયાને આપેલી એક મુલાકાતમાં હાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડવા અંગેની અને ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો ઘણા સમયથી લોકોમાં ચાલી રહી છે. પરંતુ ભાજપમાં જોડાવવાનો સવાલ જ નથી. મારો ભાજપમાં જવાનો કોઈ ઈરાદો નથી.

Visit Saurashtra Kranti Homepage here

સાથે- સાથે યુવા પાટીદાર નેતાએ એવું પણ કહ્યું હતું કે, રામમંદિર નિર્માણ તથા કાશ્મીરની કલમ- 370 રદ કરવા જેવા ભાજપનાં પગલા મેં આવકાર્યા છે. એટલે મેં કોંગ્રેસની નેતાગીરીને વ્યૂહરચના બદલવાની મેં સલાહ આપી છે. હું પણ રઘુવંશી પરિવારમાંથી છું. આપણે હજારો વર્ષથી હિન્દુત્વ સાથે જોડાયેલા છીએ. મેં મારી ચિંતાઓ વ્યક્ત કરી છે. હાઈ કમાન્ડ સાંભળશે એવી મને આશા છે.

Read About Weather here

હાર્દિકે ઉમેર્યું હતું કે, હું કોંગ્રેસ છોડી રહ્યો નથી. ભાજપ સાથે જવાનું તો મેં વિચાર્યું પણ નથી. પણ આપણે દુશ્મનની શક્તિનો સ્વીકાર કરવો જોઈએ. દુશ્મન શક્તિશાળી છે. તેની ક્ષમતા ઓછી આંકવી ન જોઈએ.બીજીતરફ આમ આદમી પાર્ટીનાં ગુજરાતનાં વડા ગોપાલ ઈટાલીયાએ હાર્દિકને આપ માં જોડાઈ જવા ફરી આમંત્રણ આપ્યું હતું. ઈટાલીયાએ જણાવ્યું હતું કે, પટેલ જેવા સમર્પિત લોકો માટે કોંગ્રેસમાં કોઈ જગ્યા નથી. તેમણે ફરિયાદો કરવાને બદલે આપ માં જોડાઈ જવું જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here