મોંઘવારી વિરૂધ્ધ રોષભેર ધરણા સાથે સૂત્રોચ્ચાર

મોંઘવારી વિરૂધ્ધ રોષભેર ધરણા સાથે સૂત્રોચ્ચાર
મોંઘવારી વિરૂધ્ધ રોષભેર ધરણા સાથે સૂત્રોચ્ચાર
+લોક સંસદ વિચાર મંચના યુવા આગેવાનો અને સામાજીક અગ્રણીઓના નેજા હેઠળ દરેક વોર્ડમાં મોંઘવારી સબબ કાર્યક્રમ યોજવાની કરેલી જાહેરાતના અનુસંધાનમાં વોર્ડ નંબર 14માં મોંઘવારી મુદ્દે યોજાયેલા ઘરણાના કાર્યક્રમમાં મોંઘવારીથી ત્રસ્ત પીડાતી તે પ્રજામાં મધ્યમ વર્ગના લોકો, વકીલો, વાલીઓ, વેપારીઓ, રીક્ષાચાલકો જોડાઈ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મરી મસાલા, દૂધ, સીંગતેલ, કપાસિયા તેલ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ગેસ, લીંબુ સહિતની આવશ્યક ચીજવસ્તુઓમાં થયેલા તોતિંગ વધારાને પગલે ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં જ્યારે વધારો થયો છે. ત્યારે સરકાર પોતાના તાયફા બંધ કરી પેટ્રોલ-ડીઝલમાં એકસાઈઝ ડયુટી ઘટાડી રાહત આપે અને સરકાર મોંઘવારીના પ્રશ્ર્નો બાબતે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તે માટે ભક્તિનગર સર્કલ ખાતે ધરણા યોજવામાં આવેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ ધરણા કાર્યક્રમને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ ખુલ્લો ટેકો જાહેર કરી ઉપસ્થિત રહી પોતાના સમર્થકો સાથે જોડાયા અને સંસ્થાએ મોંઘવારીના મુદ્દે કરેલ કાર્યક્રમની સરાહના કરી અને સરકાર મોંઘવારી મુદ્દે ચૂપ છે અચ્છે દિન ના સપના બતાવનારી સરકાર અચ્છે દિન ભાજપના આવી ગયા છે તેવું જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડા (મધુરમ હોસ્પિટલ) પણ ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભાજપ વિરોધી સૂત્રોચાર કરાયા હતા જેમાં ભાજપ તેરે રાજમે મોંઘા તેલ, ભાજપ તેરે રાજમે મોંઘા ગેસ સહિતના સૂત્રો પોકાર્યા હતા. કાર્યક્રમમાં સામાજીક અગ્રણી યશવંતભાઈ જનાણી અને પ્રવીણભાઈ લાખાણીએ પણ મોંઘવારી બેકાબુ હોય ઘટે તે માટે સરકારને સૂચનો કર્યા હતા અને સરકાર પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા.

Read About Weather here

ઘરણાં આ કાર્યક્રમમાં ગજુભા અને ઈન્દુભાની રાહબરી હેઠળ ભક્તિનગર સર્કલ ખાતે ગેસના બાટલા ને હારતોરા કરી સીંગતેલના ડબ્બાઓ ખખડાવી ભારે વિરોધ પ્રદર્શિત કરતા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાને પગલે ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થતા લોકો બહોળી સંખ્યામાં જોવા માટે એકત્રિત થઈ ગયા હતા કાર્યક્રમને સફળ બનાવવા લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, સરલાબેન પાટડીયા, પ્રવીણ ભાઈ લાખાણી, ચંદ્રેશ રાઠોડ, પ્રફુલાબેન ચૌહાણ, પ્રવીણભાઈ મૈયડ, દેવાંગભાઈ ગજ્જર, ધીરુભાઈ ભરવાડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, રાજુભાઈ આમરણીયા, શૈલેષભાઈ રૂપાપરા, કુમારભાઈ ભટ્ટી, રમેશભાઈ પાબારી, રાજેશભાઈ ભટ્ટ, કિશોરભાઈ હંજ, સોની દીપકભાઈ રાણપરા, મહેશભાઈ ચોટલીયા, પંડ્યાજી, પ્રફુલભાઈ સહિતના સામાજિક રાજકીય આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here