પાલનપુરમાં આખલાનો આતંક

પાલનપુરમાં આખલાનો આતંક
પાલનપુરમાં આખલાનો આતંક
પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં ગુરુવારે સાંજે એક મહિનાથી ગામમાં આતંક મચાવતા આખલાએ 95 વર્ષની વૃદ્ધાને ઊંચેથી પછાડતા ઘટના સ્થળેજ મોત નિપજી ગયું હતું. ગામમાં એક મહિનાથી આખલાનો આતંક હતોસવારથી 40 યુવાનોની ટીમ આખલાનો પકડવા લાગી હતી, 3 કલાકની જહેમતે પકડતાં સાંજે 5 વાગે ટ્રેક્ટરમાં પાંજરાપોળ લઈ જવાયો. તોફાને ચઢેલા આખલાએ અગાઉ બે જણાને ભેટુ મારવાનો પ્રયાસ કરતા ગામના બધા જ લોકો આખલાથી ચેતીને રહેતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઘટના બન્યા બાદ શુક્રવાર સવારથી 40 યુવાનોની ટીમ આખલાનો પકડવા કામે લાગી હતી અને 3 કલાકની જહેમતે આખલો પકડાઈ ગયા બાદ સાંજે 5 વાગે ટ્રેક્ટરમાં પાંજરાપોળ લઈ જવાયો હતો.હેબતપુર ગામમાં 95 વર્ષના હીરામાં ભાગળીયા ગુરુવારે સાંજે પોતાના ઘરેથી ધીરે ધીરે ચાલતા રોડ પાસેની દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે આખલાએ અચાનક દોડીને આવી ઊંચે ઉછાળયા હતા.

અચાનક આ રીતે આખલાએ હુમલો કરી દેતા ગામલોકો દોડીને આવતા જોતા ઘટના સ્થળે બેહોશ થઈ ગયા હતા જે બાદમાં મૃત જાહેર કરાયા હતા.ગામમાં આખલાના આતંકની ઘટના ગ્રામજનો છેલ્લા એક મહિનાથી વ્યથિત હતા તેવામાં વૃદ્ધ મહિલાને ઉછાળીને મોત નિપજાવે હડકંપ મચી ગયો હતો અને શુક્રવારે સવારે ગામ લોકો એકઠા થયા હતા 40 યુવાનોની ટીમ આખલાને પકડવા માટે કામે લાગી હતી.ગામના યુવાનોએ સવારથી જ જુદી જુદી ટીમો બનાવી ને આતંક મચાવનાર આખલાને પકડવા કામે લાગી હતી અને ત્રણ કલાકના અંતે આખલાને ગ્રામ પંચાયત કચેરી નજીક લીમડાના ઝાડે બાંધી દીધા બાદ પાંજરાપોળ મોકલી દેવાયો હતો.

સ્થાનિક પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે ” આતંક મચાવનારા આખલાને પકડવા માટે ભારે માથાપચ્ચી કરવી પડી હતી જે બાદ તેને ટ્રેક્ટર ચલાવવા માટે પણ યુવાનોની મદદ લેવાઈ હતી અને આખરે પાંજરાપોળમાં મોકલી દેવાયો હતો.” “ગામમાં આખલાનો આતંક હતો. તેમની પાછળ આખલો પડતાં કેટલાકે બૂમ પાડી હતી પરંતુ તેઓ કાને ઓછું સાંભળતા હતા એટલે બૂમ સાંભળી શક્યા નહી અને આખરે તેમને ઊંચેથી નીચે પટકયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

Read About Weather here

છેવટે ગામલોકોએ એક જીવ ગુમાવ્યા બાદ આખલાને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.આખલાનો ત્રાસ એક મહિનાથી હતો અને તે અવારનવાર લોકોની પાછળ પડતો હતો અગાઉ બે વખત તેને બાંધીને રાખવામાં આવ્યો હતો પરંતુ છૂટી ગયા બાદ ફરી તે હુમલા કરતો હતો.હેબતપુર ગ્રામ પંચાયતના સત્તાધીશોએ આટલો આતંક મચાવ્યો હોવાનું જાણતા હોવા છતાં તેને અગાઉ જ પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરી ન હતી જેને લઇ ગામલોકોમાં રોષ ફેલાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here