શાકભાજીના ભાવમાં 40 ટકાનો ઘટાડો : કેરી પણ સસ્તી થવા લાગી

શાકભાજીના ભાવમાં 40 ટકાનો ઘટાડો : કેરી પણ સસ્તી થવા લાગી
શાકભાજીના ભાવમાં 40 ટકાનો ઘટાડો : કેરી પણ સસ્તી થવા લાગી
આ જ રીતે કેરીમાં પણ આવકમાં એકાએક વધારો થવા સાથે ભાવ નીચા આવવા લાગ્યા છે.રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, લગભગ તમામ શાકભાજીની લોકલ આવક શરૂ થઇ ગઇ છે અને તે સાથે ભાવ નીચા આવવા લાગ્યા છે. છેલ્લા ચાર દિવસમાં સરેરાશ 40 ટકા જેવો ભાવ ઘટાડો થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં કેટલાક દિવસોથી રાડ બોલાવી રહેલા શાકભાજીના ભાવમાં આખરે રાહત મળવા લાગી છે અને છેલ્લા ત્રણ ચાર દિવસ દરમ્યાન લગભગ તમામ શાકના ભાવમાં સરેરાશ 40 ટકા જેવો ઘટાડો થયો છે. હવે આવતા દિવસોમાં કેરીની સિઝન વધુ જામશે અને શાકભાજીની આવક પણ વધશે. એટલે ભાવમાં હજુ વધુ ઘટાડો થવાની શકયતાનો ઇન્કાર થઇ શકતો નથી.તુરીયા, કારેલા, દુધી, ફલાવર, કોબીજ, ગુવાર, ભીંડો સહિત તમામ શાકભાજીની લોકલ આવક સતત વધવા લાગી છે.

Fruit and Vegetable Safety | CDC

મરચાના ભાવ એક તબકકે હોલસેલમાં 60 રૂપિયા સુધી બોલાવવા લાગ્યા હતા તેનો ભાવ હવે 15-20 રૂપિયા પર આવી ગયો છે. આ જ રીતે લીંબુના ભાવ હોલસેલમાં 300 રૂપિયા સુધી પહોંચી ગયા હતા તેના હવે 150 થી 200 રૂપિયા થઇ ગયા છે.ગત સપ્તાહમાં યાર્ડમાં હરાજી દરમ્યાન લીંબુના ભાવ ઉંચામાં 4200 થી 4700 સુધી બોલાયા હતા. તેના આજે 2600 થી 3800 રૂપિયા થઇ ગયા છે. તેના પરથી જ નોંધપાત્ર ઘટાડો હોવાનું સાબિતી મળી જાય છે. આ જ રીતે ગુવાર, ભીંડો, તુરીયા સહિતની અનેક લીલા શાકભાજીના ભાવ હોલસેલમાં 20 કિલોના રૂા. 1000થી ઉપર બોલાતા રહ્યા હતા. તે તમામના ભાવ 1000ની નીચે આવી ગયા છે. મોટા ભાગે 400 થી 800 સુધીના ભાવ રહ્યા છે.

એકમાત્ર વટાણાના ભાવઆજે ઉંચા હતા અને 1100 થી 1250ના ભાવે હરાજી થઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એકાદ મહિના દરમ્યાન લીંબુ તથા અન્ય તમામ શાકભાજીના ભાવોએ રેકોર્ડ તોડયો હોય તેમ ધરખમ વધારો હતો. લોકલ આવક સંપૂર્ણપણે બંધ થઇ ગઇ હોવાથી બહારના સેન્ટરો પર જ આધાર રહ્યો હતો અને તેના કારણે મોંઘા ભાવથી આમ આદમીમાં જબરો ઉહાપોહ થયો હતો. માર્ચ મહિનાના ફુગાવાના આંકડા ઉંચા આવ્યા તેમાં પણ એક કારણ શાકભાજીના ઉંચા ભાવનું ગણાવવામાં આવ્યું હતું.

Read About Weather here

બીજી તરફ કેરી પણ સસ્તી થવા લાગી છે, હાફુસની આવકો વધવાની સાથોસાથ સૌરાષ્ટ્રની કેસર કેરી પણ દેખાવા લાગી છે. મેંગો માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી હાફુસની આવક ડબલ થઇ ગઇ છે. અગાઉ માંડ 1000 થી 1500 પેટી આવતી હતી તેના બદલે બે દિવસથી સરેરાશ 2500 પેટી આવી રહી છે. હાફુસ ઉપરાંત કેસર કેરીની પણ આવક શરૂ થઇ છે. 1000 થી 1500 બોકસની આવક હતી અને ભાવ 1000 થી 1200 બોલાતા હતા.ભાવ પણ નીચા આવ્યા છે. પેટીના રૂપિયા 4000 થી 7000 બોલાતા હતા તેના હવે 3000 થી 5000 થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here