પિશાચને લીધે ગામમાં સજ્જડ લોકડાઉન…!

પિશાચને લીધે ગામમાં સજ્જડ લોકડાઉન…!
પિશાચને લીધે ગામમાં સજ્જડ લોકડાઉન…!
હવે ગ્રામીણો આ પિશાચથી છૂટકારો મેળવવા માટે ગામમાં 17થી 25 એપ્રિલ સુધી સજ્જડબંધ લોકડાઉન લાદ્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીકાકૂલમ જિલ્લાના વેનેલાવલસા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી તાવ આવ્યા બાદ મૃત્યુની ઘટના બની રહી છે. હવે સમગ્ર ગામ ભારે ડરના ઓથાર હેઠળ છે અને એવી અફવા ફેલાઈ ગઈ છે કે આ કામ માંસ ખાનાર કોઈ પિશાચનું જ છે. આ ગામ શ્રીકાકુલમ જિલ્લાના સરુબુજ્જિલી મંડળ અંતર્ગત સ્થિતિ છે. તેની સરહદ ઓડિશા સાથે જોડાયેલી છે. ગ્રામીણોનું માનવું છે કે આ લોકડાઉન દુષ્ટ આત્માઓ સામે અસરકારક રહેશે. ગામમાં સરકારી કાર્યાલયો પણ બંધ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગામમાં કોઈ જ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે કાટાળી વાડ લગાવવામાં આવી હતી. ત્યાં સુધી કે શાળા અને આંગણવાડી કેન્દ્રો પણ બંધ કરવામાં આવ્યા છે, કારણ કે કર્મચારીઓ, મેડિકલ સ્ટાફ અને શિક્ષકોને ગામમાં પ્રવેશ કરવાની પરવાનગી ન મળી શકે.ગ્રામીણોનું માનવું છે કે આ દુષ્ટ આત્માઓને લીધે જ ગામ પર સંકટ આવ્યું છે. ગામના વૃદ્ધો અને વડીલોએ ઓડિશા તથા પડોશી વિજયનગર જિલ્લાના પૂજારીઓ પાસેથી સલાહ લીધી હતી, જેમાં લોકડાઉન અંગે સૂચન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

પૂજારીઓની સલાહ પ્રમાણે ગામની ચોતરફ લીંબુ લગાવવામાં આવ્યા અને 17થી 25 એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું. આ ઘટનાથી જિલ્લામાં હડકંપ મચી ગયો. જ્યાં અનેક લોકોએ આ પ્રથાને લઈ પ્રશ્નાર્થ કર્યો તો કેટલાક લોકોએ તેની ઉપર વિશ્વાસ કર્યો ગામ તરફના તમામ માર્ગોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા, અને એક ચેતવણી પણ આપવામાં આવી હતી કે બહારના લોકોએ ગામમાં આવવાની કોઈ જ મંજૂરી નથી અને ગામમાં રહેતા લોકોએ ઘરની બહાર નિકળવાની મંજૂરી નથી..

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here