સૌરાષ્ટ્ર-કચ્છમાં 142 કરોડની ચોરી પકડાઈ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 142 કરોડની ચોરી પકડાઈ
સૌરાષ્ટ્ર-કચ્છમાં 142 કરોડની ચોરી પકડાઈ
જીયુવીએનએલનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂ.142 કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. કંપની હેઠળ વીજ લોસીસ ઘટાડવા માટે છેલ્લા સાત માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરોઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોઓની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ સપ્ટેમ્બર -21 થી માર્ચ 22 દરમ્યાન કુલ 5,54,693 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ 66,519 વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ.142 કરોડ થવા પામેલ છે. પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં રૂ.10 લાખથી વધુની રકમના કુલ 86 વીજ ચોરી અંગે પુરવણી બીલો આપવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રૂ.40 લાખથી વધુના કુલ 17 પુરવણી બીલો આપવામાં આવેલ છે. જયારે રૂ.1 લાખથી 10 લાખ સુધીના કુલ 1352 વીજ ચોરી અંગેના પુરવણી બીલ આપવામાં આવેલ છે.
પીજીવીસીએલ હેઠળ વિજીલન્સ વિભાગ તથા સબ ડિવિઝન/ડિવિઝનના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવેલ. પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા વીજ ચેકિંગની સારી કામગીરી કરતા અધિકારીઓ-કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધારેલ. કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાતા સાચા ગ્રાહકોમાં પણ આનંદની લહેર વ્યાપી ગયેલ અને કંપનીની કામગીરીને બિરદાવેલ છે.

Read About Weather here

પીજીવીસીએલ હેઠળ ખાસ કરીને ઇલેક્ટ્રિક નેટવર્કમાંથી સીધાજ વીજ જોડાણ લેવા, મીટર સાથે / સીલ સાથે ચેડા કરવા, મીટર ડિસ્પ્લે બાળી નાખવા, મીટરને બાળી નાખવા વગેરે કૃત્યોથી પાવર ચોરી કરવામાં કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. વીજચોરીને કારણે રાજ્ય અને રાષ્ટ્રને મોટું નુકશાન થાય છે અને વીજળીનો વેડફાટ પણ વધે છે. ક્યારેક વીજ ચોરી કરતા સમયે વીજ અકસ્માત થતા વ્યક્તિનો જીવ ગુમાવવાના કિસ્સાઓ પણ બને છે. વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં.99252 14022 (રાજકોટ) તથા 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે . ઉપરાંત પીજીવીસીએલની સબ ડીવીઝન, ડીવીઝન તેમજ સર્કલ ઓફીસમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવે છે. પીજીવીસીએલ લોકોને વીજ ચોરી ચાલતી હોય તો તે અંગે જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here